બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી અયોધ્યાપુરી મેઇન રોડ ઉપરથી મૃત હાલતમાં મળી આવેલ બીનવારસી યુવાનની ઓળખ માટે તજવીજ


SHARE









મોરબી અયોધ્યાપુરી મેઇન રોડ ઉપરથી મૃત હાલતમાં મળી આવેલ બીનવારસી યુવાનની ઓળખ માટે તજવીજ
 

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપરથી થોડા દિવસો પહેલા એક યુવાનના મૃતદેહ મળી આવ્યો હતો અને તે અંગે મૃતક યુવાનનું પીએમ કરાવવામાં આવ્યા બાદ હાલ તે મૃતક યુવાન કોણ છે..? તે જાણવા માટે અને તેના વાલી વારસનો પતો મેળવવા માટે સીટા એ ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને થયેલ નોંધ મુજબ મરણ જનાર કોઇ અજાણ્યો પુરુષ (ઉ.વ.આશરે ૨૮) તા.૨૫-૪ ના રોજ મોરબી અયોધ્યાપુરી મેઇન રોડ બાલાજી મોબાઇલની દુકાન પાસે રોડ ઉપર કોઇ કારણોસર મરણ ગયેલ હોય જે મૃતક યુવાન શરીરે પાતળા બાંધાનો, વાને ઘંઉવર્ણ, માથાના ભાગે ટુંકા કાળા વાળ તથા કબુતરી કલરનું પેન્ટ પહેરેલ છે અને જમણા હાથે ગુજરાતીમા 'રાજેશ' તથા અંગ્રેજીમા 'આરઆરબી' તથા કોણી પાસે 'આર' ત્રોફાવેલ છે.આ મૃતક યુવાનના વાલી વારસ મળી આવેલ ન હોય જો કોઇને આ બાબતે જાણકારી હોય તો તપાસ અધીકારી એ.એમ.ઝાપડીયાના મોબાઇલ નંબર ૯૭૧૪૦ ૬૪૪૧૯ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલીફોન નંબર (૦૨૮૨૨) ૨૩૦૧૮૮ ઉપર સંપર્ક કરવો તેમ મોરબી સીટી એ ડીવીઝન પીઆઇ એચ.એ.જાડેજાએ યાદીમાં જણાવેલ છે.




Latest News