બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના અશોકકુમાર કાંજીયાને ગીજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ એનાયત


SHARE









મોરબીના અશોકકુમાર કાંજીયાને ગીજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ એનાયત

સ્કૂલ એકેડેમી કેરાલા અને ટીમ મંથન ગુજરાત દ્વારા દર વર્ષે સમગ્ર ભારતમાંથી શિક્ષણક્ષેત્રે નાવીન્યપૂર્ણ કામ કરતા,  નોવેટીવ તેમજ અનેક વિવિધ પ્રકારની અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરતા અને બાળકોના વિકાસ માટે સતત કાર્યરત શિક્ષકોની પસંદગી કરી “ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન” એવોર્ડએનાયત કરવામાં આવે છે. ત્યારે વર્ષ ૨૦૨૨/૨૩ માટે આ એવોર્ડ સન્માન કાર્યક્રમ ગોગાઢાણી પ્રાથમિક શાળા (બનાસકાંઠા-ગુજરાત) ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા સમગ્ર ભારતમાંથી ૧૧૦ જેટલા શિક્ષકોનીપસંદગી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાંથી નાની વાવડી કુમાર પ્રાથમિક શાળાના ઇનોવેટીવ શિક્ષક અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયાની આ એવોર્ડમાટે પસંદગી કરવામાં આવી હતી. તેઓએ કોરોના સમયે બાળકો ઓનલાઇન શિક્ષણની સાથે સાથે જાતે જ સ્વમૂલ્યાંકન કરી શકે એ માટે ધોરણ ૩ થી ૮ ના અભ્યાસક્રમ આધારિત નિયમિત રીતે ઓનલાઇન ટેસ્ટબનાવેલ હતી જેમાં મોરબી જિલ્લા ઉપરાંત ગુજરાતનાં ૨૪ જિલ્લાના બાળકો ટેસ્ટ આપી પોતાનું સ્વમૂલ્યાંકન કરતા હતા. અત્રે ઉલેખનીય છે કે, શિક્ષણ ક્ષેત્રે તેઓએ આ અગાઉ પણ જુદાજુદા ઘણા એવોર્ડ અને સન્માન મેળવી ચુક્યા છે




Latest News