મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ


SHARE









મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ નજીકના વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવતા હાલ ભોગ બનનાર પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ નજીકના વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૪ વર્ષની સગીર દીકરીનું તા.૨૪-૪ ના સવારના સાત વાગ્યાથી નવ વાગ્યા દરમિયાનમાં અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયેલ છે.પરિવાર દ્વારા ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ સગીરાની કોઈ ભાળ મળી ન હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે સામે ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા દ્વારા કલમ ૩૬૩ મુજબનો ગુનો દાખલ કરીને ભોગ બનેલ સગીરાને શોધી કાઢવા અને આરોપીને પકડવાની દિશામાં આગળના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપર આવેલ ઘુંટુ ગામે રહેતા મુકેશ પરબતભાઈ ભરવાડ નામના ૧૮ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડાયો હતો મુકેશ ભરવાડ બાઈક લઈને જતો હતો ત્યારે તેને અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવારમાં લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા વીરજીભાઈ છગનભાઈ દેગામા નામના ૬૯ વર્ષીય વૃદ્ધને મોરબીના રવાપર રોડ ઉપર ઉમિયાચોક પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચતા તેમને અત્રેની મધુરમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના શનાળા રોડ રામજી મંદિર પાસે રહેતા કાનજીભાઈ નરસીભાઈ કણજારીયા નામના ૩૫ વર્ષના યુવાનને રવાપર ચોકડી નજીક બાઇક પલ્ટી મારી જવાના અકસ્માત બનાવમાં ઇજા પહોંચતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા આ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News