મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા વાંકાનેરના મહીકા ગામ નજીકથી પોલીસે પીછો કરીને દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક આરોપીને દબોચ્યો: 5.95 લાખનો મુદામાલ કબ્જે હળવદના રણજીતગઢ ગામે રિસેસમાં શાળાએથી ઘરે જતી બાળકીનું રસ્તામાં સાયકલ ઉપરથી નીચે પડી જતાં મોત વાંકાનેર નજીક કેરાળાના પાટીયા પાસે ગટરમાંથી માથામાં ઇજા પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે જૂના ઝઘડોનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રને 4 શખ્સોએ માર માર્યો મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા ગામેથી બે સગીરાના અપહરણ


SHARE









મોરબીના જાંબુડિયા ગામેથી બે સગીરાના અપહરણ

મોરબી તાલુકાના જાંબુડિયા ગામમાંથી જુદાજુદા બે બનાવમાં બે સગીરાઓને લલચાવી ફોસલાવી અપહરણ કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ખાતે અપહરણનું જુદીજુદી બે ફરિયાદ નોંધાયેલ છે જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે અને સગીરાઓને શોધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેતા પરિવારની ૧૩ વર્ષની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસે સ્ટેશને માળીયા મિયાણાના વર્ષામેડી ગામના અમરશી ચતુર રાઠોડ સામે ફરિયાદ નોંધાવતા પીઆઇ કે.એ. વાળાએ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરને શોધવા માટે ચક્રોગતિમાન કરેલ છે તેવી જ રીતે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં રહેતા અને હાલમાં મોરબીના નવા જાંબુડિયા ગામ જ રહેતા પરિવારની ૧૭ વર્ષની સગીર દીકરીનું તા ૨૭ ના રોજ સવારે ૪ વાગ્યે અપહરણ કરવામાં આવ્યું છે જેથી સગીરાના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશને આરોપી રાજેશ હીરાભાઈ ચાવડા રહે. ટોળ તાલુકો ટંકારા સામે ફરિયાદ નોંધાવી છે જેથી પીઆઇ સહિતની ટીમે આરોપીઓને પકડવા માટે અને સગીરાઓને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News