મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા ટંકારાના લજાઈ ગામેથી એક્ટિવામાં પત્નીને બેસાડીને જડેશ્વર મેળામાં જતાં યુવાનને નડ્યો અકસ્માત: દંપતી સારવારમાં મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાં કતલખાને લઈ જવાતા 32 ઘેટાં, બકરા અને પાડાને બચાવ્યા: બે ગુના નોંધાયા મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં શ્રમિક યુવાન અને અણિયારી ગામે વૃદ્ધે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત:  મોરબીના જીકિયારી ગામે ઉલ્ટી-ઊબકા બાદ 9 વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બંધ પડેલા કારખાનામાંથી 4.25 લાખના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે 60.63 લાખની છેતરપિંડી
Breaking news
Morbi Today

મોરબીમાં લાખોની ચોરીના ગુનામાં પકડાયેલ ૩ આરોપીના ૪ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાં લાખોની ચોરીના ગુનામાં પકડાયેલ ૩ આરોપીના ૪ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં રહેતો પરિવાર રાજકોટમાં પ્રસંગ હોવાથી ત્યાં ગયો હતો અને તેઓનું ઘર બંધ હતું દરમિયાન તેના જ બંગલાના ચોકીદાર અને તેની પત્ની સહિતની ગેંગ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જેથી વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં બંગલાના જૂના ચોકીદાર અને એક નેપાળી દંપતિની ૮.૫૩ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

મોરબીના વેપારી હિમાંશુભાઇ ચંદ્રકાંતભાઇ ચંડીભમ્મરના ઘરે દાગીના અને રોકડ મળીને સરકારી ચોપડે નોંધાયેલ આંકડા મુજબ ૨૫.૫૭ લાખના મુદામાલની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી અને આ ગુનામાં બંગલાના જૂના ચોકીદાર રામબહાદુર ઉર્ફે જોખીયા ગુલજે નવલસીંગ વિશ્ર્વકર્મા જાતે નેપાળી (૫૫) રહે. હાલ મોરબી શકિત પ્લોટ શેરી નં-૨ ભરતભાઇ મીરાણીના કન્ટ્રકશન સાઇડની ઓરડીમાં મોરબી મુળ. નેપાળ, મનીષ કૈલાશ ઉર્ફે કેલે વિશ્વકર્માં જાતે નેપાળી (૩૦) અને દર્શના મનીષભાઇ વિશ્ર્વકર્મા જાતે નેપાળી (૩૩) રહે. બન્ને કેલાલી સોલ્ટા મોહનલેન પાલીકા વોર્ડ નં-૦૬ તાલુકો કૈલાલી નેપાળ વાળાની ધરપકડ કરેલ હતી અને તેની પાસેથી દાગીના અને રોકડ મળીને ૮.૫૩ લાખનો મુદામાલ કબજે કર્યો હતો જે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરલે છે આ ગુનામાં સદે ઉર્ફે શકિત ઉર્ફે રાજે ઉર્ફે રાજુ ચંદ્રેકામી શાહતેની પત્ની બીદુ લક્ષ્મીરામ જેશી, સદૈની સાળી બીન્દ્રા અને વિનોદ રામબહાદુર ઉર્ફે જોખીયા ગુલજે નવલસીંગ વિશ્વકર્મા રહે. બધા જ મૂળ નેપાળ વાળાને પકડવાના બાકી છે જેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.




Latest News