મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરની આશિયાના સોસાયટીમાં માતાએ ઠપકો આપતા સગીરાએ અંતિમ પગલું ભર્યું


SHARE









વાંકાનેરની આશિયાના સોસાયટીમાં માતાએ ઠપકો આપતા સગીરાએ અંતિમ પગલું ભર્યું

વાંકાનેરમાં જીનપરામાં આવેલ આશિયાના સોસાયટીમાં રહેતી સગીરાને તેની માતાએ ઘર કામ માટે ઠપકો આપ્યો હતો જેથી કરીને લાગી આવતા તેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે સગીરાના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવેલી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરામાં આવેલ આશિયાના સોસાયટીમાં રહેતા રાજુભાઈ ચારોલાની દીકરી હીનાબેન ચારોલા (૧૫) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે સગીરાના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ નારણભાઈ સુખાભાઈ લાવડીયા ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મૃતક સગીરાને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તેને પોતાના ઘરમાં રૂમને અંદરથી બંધ કરીને ત્યાં ગળાફસો ખાઈને આપઘાત કરી લીધેલ છે આ બનાવની નોંધ કરી વાંકાનેર સીટી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર નજીકના નવા વઘાસિયા ગામે રહેતા બહાદુરસિંહ ગાંડુભા ઝાલા (૭૦)ને હાર્ટ અટેક આવી જતા તાત્કાલિક તેને સારવાર માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News