મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી વિહીપ દ્વારા સામૂહિક શ્રી હનુમાન ચાલીસાના પઠનનું આયોજન


SHARE







મોરબી વિહીપ દ્વારા સામૂહિક શ્રી હનુમાન ચાલીસાના પઠનનું આયોજન

કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળને પીએફઆઇ જેવા સંગઠન સાથે સરખાવવાની અને કર્ણાટકમાં જો કોંગી સરકાર બને તો બજરંગ દળ ઉપર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે.જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અને તે દ્વેષી છે.રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ તથા મહારાષ્ટ્રના કોંગ્રેસના કેટલાક નેતાઓ અને બિહારમાં જનતા દળ (યુ) જેવા અન્ય પક્ષોના નેતાઓ પ્રતિબંધની હાકલ કરી રહ્યા છે.પરંતુ લગાવવામાં આવેલા આ ખોટા આરોપોનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે.દેશભક્ત સંગઠન બજરંગ દળ સામે બજરંગ દળ તેના શિસ્તબદ્ધ સંગઠનાત્મક સ્વભાવ માટે જાણીતું છે.તેથી વિરોધ સ્વરૂપ બજરંગ દળ દ્રારા સાપ્તાહિક મીટીંગમાં કુમતિ નિવાર સુમિત કે સંગી દ્વારા સામૂહિક શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતુ. મોટા પાયે સમાજની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ, જેથી હનુમંત શક્તિ જાગે, રાષ્ટ્રવિરોધીઓ અપ્રભાવી બને તે ભાવનાથી મોરબી જિલ્લામાં પણ આ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.જેમા કષ્ટભંજન હનુમાનજી મંદિર, ઉમા ટાઉનશીપ સામાકાંઠે મોરબી -૨ ખાતે વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લા દ્વારા સામુહીક હનુમાન ચાલીસાના પઠન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.






Latest News