મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

હળવદના રાતાભેર નજીક પવનચક્કીના સબ સ્ટેશનમાં વૃધ્ધે અંતિમ પગલું ભરીને અનંતની વાટ પકડી


SHARE







હળવદના રાતાભેર નજીક પવનચક્કીના સબ સ્ટેશનમાં વૃધ્ધે અંતિમ પગલું ભરીને અનંતની વાટ પકડી

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ રાતાભેર ગામની સીમમાં પવનચક્કીના સબ સ્ટેશનમાં મૂળ એમપીના રહેવાસી વૃધ્ધે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ત્યાના સુપરવાઇઝર દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ રાતાભેર ગામની સીમમાં આવેલ પવનચક્કીના એસ.એસ. સબ સ્ટેશનમાં રહેતા અને ત્યાં ફરજ બજાવતા રામ નરેશ ચિરોજીલાલ (૬૦) નામના વૃદ્ધે ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આપઘાતના આ બનાવની રાતાભેર ગામે રહેતા અને ત્યાં સુપરવાઇઝર તરીકે કામ કરતા પ્રભુભાઈ ભુરાભાઈ ચૌહાણ જાતે રજપૂત (૫૦) દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતક વૃદ્ધના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જો કે, આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એ.એમ. સિસોદિયા આગળની તપાસ કરી રહ્યા છે

દેશી દારૂનો આથો

વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા બેચર દેકાવાડિયાના ઘરે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, આરોપી હાજર ન હોવાથી બેચર અજુભાઈ દેકાવાડિયા જાતે કોળી રહે. વીરપર વાળાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News