રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી નજીકના અમરનગર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE









મોરબી નજીકના અમરનગર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ અમરનગર ગામ પાસે લીયોલી સિરામિક નજીક વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં બાઈકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બાઈક લઈને જઈ રહેલા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને તેનું મોત નિપજયુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના પિતરાઈ ભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા રામભાઈ લાખાભાઈ લાવડીયા જાતે આહિર (૩૦) એ હાલમાં અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓના કાકાનો દીકરો સુધીરભાઈ કાળુભાઈ લાવડીયા (૩૪) રહે મેઘપર તાલુકો માળીયા વાળો મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ અમરનગર ગામ પાસે લિયોલી સીરામીક નજીકથી પોતાનું બાઈક નંબર જીજે ૩૬ સી ૯૭૭૦ લઈને મેઘપર થી મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં સુધીરભાઈ લાવડીયાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે મોત નિપજયુ હતુ અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં મૃતકના પિતરાઈ ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર

માળીયા મીયાણામાં આવેલ મોટી બજાર ખાતે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની સ્થાનિક પોલીસ હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર લેતા મહમદભાઈ અલ્લારખાભાઈ જેડા જાતે મિયાણા (૩૮) મળી આવતા તેની પાસેથી વરલી જુગારનું સાહિત્ય અને ૫૭૦ રોકડા પોલીસે કબજે કર્યા હતા અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News