રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વધુ એક ગુનો નોધાયો : મોરબીમાં હથિયાર સાથે ઇન્સ્ટાગ્રામમાં ફોટો મુકનાર શખ્સ સહિત બે ની ધરપકડ


SHARE









વધુ એક ગુનો નોધાયો : મોરબીમાં હથિયાર સાથે ઇન્સ્ટાગ્રામમાં ફોટો મુકનાર શખ્સ સહિત બે ની ધરપકડ

વર્તમાન સમયમાં લોકો ધડાધડ આડેધડ ફોટા પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હોય છે ત્યારે ઘણી વખત કાયદાનો ભંગ થતો હોય તેવું પણ સામે આવતું હોય છે દરમિયાન મોરબીના રવાપર રોડ ઉપર રહેતા યુવાન પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં પણ તેણે બારબોરના હથિયાર સાથે ફોટો પાડીને પોતાના ઇન્સ્ટાગ્રામ માં મૂક્યો હતો જેથી કરીને એસઓજી ની ટીમ દ્વારા ઇન્સ્ટાગ્રામમાં ફોટો મૂકનાર તથા પરવાના વાળું હથિયાર આપનાર આમ કુલ મળીને બે શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળી કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ રાજ બેંક પાસે દાઉદી પ્લોટમાં રહેતા મયુરભાઈ બાબુભાઈ ડાંગર જાતે બોરીચા આહીર (૨૫) નામના યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી નંબર mb_dangar ના એકાઉન્ટ ઉપર બાર બોરના હથિયાર સાથેનો ફોટો મૂક્યો હતો જેથી કરીને એસઓજીની ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવતા મયુર બાબુભાઈ ડાંગર પાસે હથિયાર પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં પણ તેણે સમાજમાં ભય ઊભો કરવા માટે થઈને પોતાના શોખ ખાતર બાર બોરના હથિયાર સાથે ફોટો પાડીને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મૂક્યો હતો અને તેની પાસે જે હથિયાર હતું તે રાજેશભાઈ લખુભાઈ ડાંગર જાતે બોરીચા રહે.રવાપર રોડ કાયાજી પ્લોટ વાળાનું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે મયુરભાઈ બાબુભાઈ ડાંગર જાતે બોરીચા આહીર (૨૫) રહે. દાઉદી પ્લોટ રવાપર રોડ મોરબી અને રાજેશભાઈ લખુભાઈ ડાંગર જાતે બોરીચા (૪૬) રહે. કાયાજી પ્લોટ રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ ૨૯,૩૦ મુજબ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક બોટલ દારૂ સાથે ઝડપાયો

મોરબીમાં લાતી પ્લોટ શેરી નંબર-૨ માંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૩૭૫ ની કિંમત ની દારૂની બોટલ સાથે ઇમરાનભાઈ સતારભાઈ કલર જાતે સંધિ મુસલમાન (૩૫) રહે જોન્સ નગર શેરી નં-૮ મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.




Latest News