મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે વાડીમાં આધેડે આત્યાંતિક પગલું ભરી લેતા મોત : ડીકમ્પોઝ બોડી રાજકોટ ખસેડાયું


SHARE







મોરબીના ખાનપર ગામે વાડીમાં આધેડે આત્યાંતિક પગલું ભરી લેતા મોત : ડીકમ્પોઝ બોડી રાજકોટ ખસેડાયું 

મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં વાડીએ આવેલ ઓરડીમાં આધેડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે બોડી ડીકોમ્પોઝ થઈ ગઈ હોવાથી તેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ખાનપર ગામે આવેલ વાડીની ઓરડીમાં કોઈપણ કારણોસર ખાનપર ગામે રહેતા રામજીભાઈ સવજીભાઈ રાઠોડ જાતે કોળી (૫૦) એ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકની ડેડબોડી ડી કમ્પોઝ થઈ ગઈ હોવાથી તેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે અને આપઘાતના આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એન.જે. ખડિયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતકે આપઘાત શા માટે થઈને કર્યો છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

બીમારી સબબ મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત માનવસેવા આશ્રમ ખાતે બે દિવસ પહેલા બીમાર હાલતમાં લઈ આવેલ નિરાધાર રામચરણપાલ રામરતનપાલ (૬૫) નામના વૃદ્ધ બીમારી સબબ મૃત્યુ પામતા તેઓના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News