રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર ગામે ઘરે ઈલેક્ટ્રીક શોટ લાગતા સગીરાનું મોત


SHARE









વાંકાનેરના ચંદ્રપુર ગામે ઘરે ઈલેક્ટ્રીક શોટ લાગતા સગીરાનું મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ ચંદ્રપુર ગામે રહેતી સગીર વયની દીકરીને તેના ઘરે કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા તેનું મોત નિપજયુ હતું જેથી હાલ વાંકાનેર સિટી પોલીસે આ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેરના ચંદ્રપુર ગામે મંડળી વાળી શેરીમાં રહેતા અસ્માબેન દાઉદભાઈ મોડ નામની ૧૭ વર્ષની સગીરા તેના ઘરે કામ કરતી હતી ત્યારે તેણીને ઘરે ઇલેક્ટ્રીક શોટ લાગતા ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું.હાલ તેના ડેડબોડીને વાંકાનેર સિવિલ ખાતે લાવવામાં આવતા બનાવની નોંધ કરીને વાંકાનેર સિટી પોલીસ મથકના વી.આર.પરમાર દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

દારૂના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે વડોદરા જેલ હવાલે કરાયો

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ હાર્ડકોર ગુનેગારો સામે કડક પગલા લેવા જણાલયનેલ હોય એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલએ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ (કલેકટર) તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટએ દારૂનાકેસમાં સંડોવાયેલ કલ્પેશભાઇ લાખાભાઇ ચૌહાણ (ઉ.વ.૨૨) રહે.ચિરોડા (ઠા) તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર સામ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય કલ્પેશ ચૌહાણને પાસા એકટ તળે વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી પકડી ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ છે.આ કામગીરી પીઆઇ ડી.એમ.ઢોલ પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફે કરી હતી.




Latest News