હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવાનો સરકારને ટાઈમ ન હોય કોંગ્રેસે નાળિયેર વધેર્યુ : રીબીન કાપે તે પહેલા ધરપકડ


SHARE













મોરબીના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવાનો સરકારને ટાઈમ ન હોય કોંગ્રેસે નાળિયેર વધેર્યુ : રીબીન કાપે તે પહેલા ધરપકડ

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનનું કામ છેલ્લા છએક મહિનાથી પૂર્ણ થઈ ગયું છે તેમ છતાં પણ તેને સરકાર તરફથી લોકાર્પણ કરવામાં આવતું ન હતું જેથી કરીને આજે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા નવા બસ સ્ટેશનમાં શ્રીફળ વધેરીને ધરાહાર લોકર્પણ કરવામાં આવ્યું હતુ જોકે રીબીન કાપે તે પહેલા કોંગી આગેવાનોને પકડીને પોલીસે વાનમાં બેસાડી દીધા હતા.અધિકારીઓ હવે બસ સ્ટેશનને લોકો માટે કયારે ખુલ્લું મુકશે તે સવાલ યથાવત જ છે..!

રાજ્ય સરકાર દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો થાય તે માટે જુદા જુદા જિલ્લા અને તાલુકા મથકો ઉપર બસ સ્ટેશનને અધ્યતન બનાવવામાં આવી રહ્યા છે તેવી જ રીતે મોરબી શહેરના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનનું નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું અને અંદાજે સાડા પાંચ કરોડથી વધુના ખર્ચે આ નવા બસ સ્ટેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને લગભગ છએક મહિનાથી નવું બસ સ્ટેશન તૈયાર થઈ ગયું છે તેમ છતાં પણ તેને મુસાફરો માટે ખુલ્લું મુકવામાં આવ્યું નથી જેથી કરીને આ ઉનાળાના સમયમાં ૪૨ થી ૪૩ ડિગ્રીના તાપમાનમાં લોકોને ખુલ્લા તડકામાં ઉભુ રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અગાઉ કોંગ્રેસ દ્વારા આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી જોકે તેમ છતાં પણ સરકાર કે સરકારી બાબુઓ દ્વારા આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારોને કાર્યકરો દ્વારા શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયેથી નવા બસ સ્ટેશન સુધી ભાજપ હાય હાય.. ના સુત્રોચ્ચાર સાથે જઈને નવા બસ સ્ટેશનના પટાંગણમાં શ્રીફળ વધેરીને આ નવા બસ સ્ટેશનનું ધરાહાર લોકાર્પણ કરવામાં આવ્યું હતું જોકે કોંગ્રેસ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યા બાદ હવે અધિકારીઓ દ્વારા ખરેખર આ બસ સ્ટેશનને લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે કે કેમ તે આગામી સમય બતાવશે જોકે આજે કોંગ્રેસ દ્વારા આ બસ સ્ટેશનનું ધરાહાર લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે ત્યાં સ્થાનિક પોલીસ, એલસીબી સહિતની ટીમ ત્યાં હાજર હતી અને નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા માટે આવેલ મોરબી જીલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂ, પુર્વ પ્રમુખ મુકેશભાઇ ગામી, રબારી સમાજના આગેવાન રમેશભાઇ રબારી, કે.ડી.પડસુંબીયા, બાબુભાઇ વેરાણા, કે.ડી.બાવરવા, અશ્વિનભાઇ વિડજા, રાજેશભાઇ ચૌહાણ, લલીતભાઇ કાસુન્દ્રા, એડ.દિપક પરમાર, ચિરાગ રાચ્છ વિગેરે આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા






Latest News