રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયાસોથી મોરબી જિલ્લાના શિક્ષકોનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો


SHARE









પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયાસોથી મોરબી જિલ્લાના શિક્ષકોનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો

મોરબી જિલ્લાના શિક્ષકોનો દસ વર્ષ જૂનો જીપીએફનો પ્રશ્ન હતો જેના માટે મોરબી માળીયાના માજી ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત કરવામાં આવી હતી અને તેના પ્રયત્નોથી આ પ્રશ્ન ઉકેલાયો છે. જેથી શિક્ષકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

મોરબી જિલ્લો વર્ષ- ૨૦૧૩ માં કાર્યરત થયો ત્યારથી આજ દિન સુધી શિક્ષકોના જીપીએફ એકાઉન્ટ મોરબી, માળીયા, વાંકાનેર અને ટંકારા તાલુકાના મૂળ રાજકોટ જિલ્લામાં હળવદના સુરેન્દ્રનગર જિલ્લામાં અને આમરણ પંથકના ગામોના જામનગર જિલ્લામાં ચાલતા હોય પાર્ટ ફાઈનલ કે ફાઈનલ ઉપાડ કરવામાં તેમજ જી.પી.એફ. કપાત કરવામાં ઘણી બધી વહીવટી મુશ્કેલીઓ પડતી હતી. શિક્ષકોને ઘણું બધું નાણાંકીય નુકશાન થતું હતું. બ્રિજેશભાઈ મેરજાએ પંચાયત મંત્રી તરીકેના પોતાના કાર્યકાળમાં અનેક વિકટ પ્રશ્નો જેવા કે નવી પંચાયત બનાવવવી, રેવન્યુ રકબાના પ્રશ્નો, તમામ તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓની નિમણૂક કરવી, તલાટી કમ મંત્રીઓના ફૂલ પગારના કરવાની સાથે સાથે છેલ્લા દસ વર્ષથી નવ રચિત મોરબી જિલ્લાના શિક્ષકોના જીપીએફ એકાઉન્ટ મોરબી જિલ્લામાં જ ઓપન કરવાની વર્ષો જૂની પેચીદો પ્રશ્ન હલ કરવાની કાર્યવાહી પંચાયત વિભાગ, જિલ્લા તાલુકાની શિક્ષણ શાખાના અધિકારી કર્મચારીઓની મદદથી મોરબી જિલ્લાના જી.પી.એફ.એકાઉન્ટ મોરબીમાં ઓપન કરવાની કામગીરી બ્રિજેશભાઈ મેરજાના કાર્યકાળમાં હાથ ધરવામાં આવી હતી અને મોરબીમાં જ જીપીએફ એકાઉન્ટ ઓપન થઈ ગયા હતા પરંતુ માર્ચ-૨૦૨૩ સુધીના સમગ્ર વર્ષના વ્યાજ સહિતના હિસાબો વ્યવસ્થિત રહે એ માટે માર્ચ-૨૦૨૩ સુધીની કપાત જુના જિલ્લાઓમાં ચાલુ રાખેલ હતી પણ હવે નવા નાણાંકીય વર્ષ ૨૦૨૩૦-૨૪ એટલે કે એપ્રિલથી જ શિક્ષકોની જીપીએફ કપાત જમા મોરબી જિલ્લામાં જ કરવામાં આવ્યા છે, આમ વર્ષો જૂનો જીપીએફનો પ્રશ્ન પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની સૂઝબૂઝ, કુનેહ અને વહીવટી પારંગતતાના કારણે હલ થયો હોય શિક્ષકોએ પૂર્વ પંચાયત મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. જેનાં પ્રત્યુત્તરમાં બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સાથી મંત્રીઓના સહયોગથી આ પ્રશ્ન ઉકેલવામાં મને સફળતા મળી છે.




Latest News