રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં લોન લઈને મશીનરીને સગેવગે કરવાના ગુનામાં હવે ગેરેંટરની ધરપકડ


SHARE









મોરબીમાં લોન લઈને મશીનરીને સગેવગે કરવાના ગુનામાં હવે ગેરેંટરની ધરપકડ

મોરબી નજીક આવેલ અંકલ સીરામીક પ્રાઇવેટ લિમિટેડમાં જે મશીનરી ઉપર લોન લેવામાં આવી હતી તે મશીનરીને બેંકને જાણ કર્યા વગર સગેવગે કરીને બેન્કની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જેની બેંકના કર્મચારી દ્વારા વિશ્વાસઘાતની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં અગાઉ ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનામાં ગેરેંટરની ધરપકડ કરવામાં આવી છે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અગાઉ બેન્કના કર્મચારી પ્રતિકભાઈ દિનેશભાઈ ગુજરાતીએ મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ અંકલ સીરામીક પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર નીરવભાઈ રતિલાલ ભોરણીયા અને ઓધવજીભાઈ વેલજીભાઈ ભોરણીયાની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, મોરબીના કાલિકા પ્લોટ પાસે આવેલ કો ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટની બ્રાન્ચમાંથી આરોપીઓએ ૩૧/૧/૨૦ ના રોજ ઇન્ડસ્ટ્રીયલ લોન, કેસ ક્રેડિટ લોન અને મશીનરી લોન લીધી હતી જેમાં ઇન્ડસ્ટ્રીઝ લોન માટે ૨.૮૮ કરોડ, કેસ ક્રેડિટ લોન માટે ૫૦ લાખ અને મશીનરી લોન માટે ૩.૧૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા આમ કુલ મળીને ૩.૮૮ કરોડની લોન બેંકમાંથી મંજૂર કરવામાં આવી હતી જોકે ગત તારીખ ૩૧/૭/૨૧ ના રોજ રાજકોટ હેડ ઓફિસના લોન વિભાગના અધિકારી જગદીશભાઈ ડોબરીયા, ધર્મેન્દ્રભાઈ પુજારા અને રસિકભાઈ જાગાણી દ્વારા બેંકની તરફેણમાં કારખાના ખાતે જઈને જંગમ મિલકત એટલે કે મશીનરી બાબતની ખરાઈ કરવામાં આવી હતી

ત્યારે જે મશીનરી પેટે ૩.૧૦ કરોડની લોન લેવામાં આવી હતી અને સિક્યુરિટી તરીકે લખી આપવામાં આવી હતી તે મશીનરી સ્થળ ઉપર હાજર હતી નહીં અને બેંકને જાણ કર્યા વગર લોન લેનાર અંકલ સીરામીક પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર નિરવભાઈ રતિલાલભાઈ ભોરણીયા અને ઓધવજીભાઈ વેલજીભાઈ ભોરણીયા સહિત કુલ મળીને ત્રણની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ ગુનામાં થોડા સમય પહેલા પોલીસે અંકલ સીરામીક પ્રાઇવેટ લિમિટેડના ત્રણ ડિરેક્ટરની ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ પણ લીધા હતા ત્યાર બાદ આ ગુનામાં પોલીસે ગેરેંટરધનશ્યામસિંહ લખુભા ઝાલા (૬૦) રહે. વઘાસિયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી

મારામારીમાં ઇજા

મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા નરપત પુંજેલાલ ચૌહાણ (૨૩) નામના યુવાનને મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી નજીક સોમનાથ પેટ્રોલ પંપ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે તે યુવાનને સારવાર આપ્યો બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે




Latest News