મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજરડા નજીક રીક્ષા પલટી: ઇજા પામેલા મુસાફર મહિલા સારવારમાં


SHARE









માળીયા (મી)ના કાજરડા નજીક રીક્ષા પલટી: ઇજા પામેલા મુસાફર મહિલા સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામના પાટીયા પાસે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને રિક્ષામાં બેઠેલ મહિલાને ઇજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ પ્રમાણે વાંકાનેરમાં રહેતા રહીમાબેન અકબરભાઈ મોવર (૪૦) માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામના પાટીયા પાસેથી રિક્ષામાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે જે રિક્ષામાં બેઠા હતા તે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને અકસ્માતના આ બનાવવામાં રહીમાબેન મોવરને ઇજાઓ થઈ હતી માટે તેઓને પ્રાથમિક સારવાર માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનની હદનો હોય આ અંગેની જાણ માળિયા તાલુકો પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ કમલેશ સુખદેવભાઈ રાજપૂત (૩૨) અને રાજેશ મગનભાઈ અદગામા (૪૨) રહે. બંને કુબેર ટોકીઝ પાછળ ધાર વિસ્તાર શોભેશ્વર રોડ મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલ બંને યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી કેનાલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સિકંદર કાસમભાઈ સંધવાણી (૩૬) રહે. માળિયા મીયાણા વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News