રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળીમાં આધેડને બારીની બાબતમાં ચાર શખ્સોએ માર માર્યો


SHARE









ટંકારાના હરબટીયાળીમાં આધેડને બારીની બાબતમાં ચાર શખ્સોએ માર માર્યો

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા આધેડને “તેઓના ઘરની સામે કેમ બારી મૂકી” તેવું કહીને ચાર શખ્સો દ્વારા ગાળા ગાળી કરવામાં આવી હતી અને બાદમાં ધોકા વડે માર મારવામાં આવ્યો હતો તેમ જપાજપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા અશોકભાઈ ભગવાનજીભાઈ સંઘાણી જાતે પટેલ (૪૯) એ હાલમાં અનીશભાઈ ઈસાભાઈ, નજીરભાઈ ઈશાભાઈ, અરમાન ઈશાભાઈ અને ઇરફાન અલીભાઈ રહે. બધા હરબટીયાળી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને કહ્યું છે કે હરબટીયાળી ગામના ઝાપા પાસે આરોપીઓએ તેને રોક્યા હતા અને “તેઓના ઘરની સામે કેમ બારી મૂકે છે” તેવું કહીને તેની સાથે બોલા ચાલી અને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ ગાળો આપી હતીને અનીશભાઈ ઈશાભાઈએ તેના હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદી આધેડને માર માર્યો હતો તેમજ અન્ય ત્રણ શખ્સોએ ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ઇજા પામેલા અશોકભાઈ સંઘાણીએ સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News