રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાસે થયેલ મહિલાની હત્યાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE









મોરબીના ટિંબડી પાસે થયેલ મહિલાની હત્યાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસે વર્ષ ૨૦૧૮ માં મહિલાની હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલે કરેલી દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોઈને હત્યાના ગુનામા નિદોષ છોડી મૂકવાનો આદેશ કરેલ છે.

મોરબીના ટિબડી પાટીયા પાસેની હોટલમા ચાનુ કાઉન્ટર ચલાવતા પ્રેમીલાબેને અગાઉના પતિ સાથે છુટાછેડા લઈ વસંત કેશુભાઈ લીબાણી સાથે પ્રેમલગ્ન કરેલ હતા તથા ચાનુ કાઉન્ટર ચલાવતા હતા. તેમા વસંતભાઈ કોઈ મદદ કરતા ન હોઈ તથા કમાણીના પૈસા પણ લઈ જતા હોઈ અવારનવાર ઝઘડા થતા હતા. દરમ્યાન તા.૨૬-૪-૧૮ ના રોજ હોટલના આગળના ભાગે પ્રેમીલાબેન સુતા હતા ત્યારે આ વસંતે આવીને છરીના ઘા મારીને તેમની હત્યા કરી હતી જે બાબતે પોલીસે આરોપીને પકડી જેલ હવાલે કરેલ હતો અને આ કેશ મોરબીની કોર્ટમાં ચાલી જતા સેશન્સ જજ વી.એ.બુદધએ આરોપી વસંત કેશુભાઈને નિદોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આ કામે આરોપી વતી મોરબીના જાણતા એડવોકેટ શ્રીમતી પુષ્પાબેન કોશીકભાઇ ભટ્ટ. રોકાયેલ હતા.




Latest News