રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીવાસીઓને આખલાના આંતકમાંથી મુક્તિ અપાવવા કોંગ્રેસની વહીવટદાર સમક્ષ માંગ


SHARE









મોરબીવાસીઓને આખલાના આંતકમાંથી મુક્તિ અપાવવા કોંગ્રેસની વહીવટદાર સમક્ષ માંગ

રાજ્યની એ ગ્રેડની પાલીકમાં મોરબીનો  સમાવેશ કરવામાં આવેલ છે જો કે, લોકોને સુવિધા ડી ગ્રેડની મળી રહી છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે કેમ કે, હાલમાં મોરબીમાં આખલાઓનો આતંક શેરી અને ગલીઓ તેમજ મેઇન રોડ ઉપર વધી રહ્યો છે ત્યારે આ રખડતા ઢોર નિર્દોષ લોકોનો ભોગ લે તે પહેલા તેને પકડીને પાંજરે પુરવમાં આવે તેવી માંગ કરી છે

અગાઉ નગરપાલિકા દ્વારા મોરબીના પંચાસર રોડ ઉપર  નંદી ઘર બનાવેલ છે જેમાં નંદી સહિતના રઝડતા ઢોરને પકડીને મૂકવામાં આવ્યા હતા પણ એમાં પણ ભાજપ શાસિત મોરબી નગરપાલિકાના સદસ્યોએ બેફામ  ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચા લોક મૂખે ચાલી રહી છે અને હાલમાં પાલિકાની તિજોરી ખાલી હોવાથી આખલાઓને નંદીગ્રામ માંથીછોડી મૂક્યા હોય તેવું લોકો માની રહ્યા છે અને જો આ વાત સાચી હોય તો નગરપાલિકા માટે શરમજનક છે કેમ કે, પ્રજાના જાનમાલની રક્ષા કરવીએ નગરપાલિકાની પ્રાથમિક ફરજ છે પરંતુ મોરબી શહેરની પ્રજા માટે પાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયેલ છે અને મોરબીના રોડ રસ્તાઓ ઉપર આખલાઓ  અડિંગો જમાવી બેઠા હોય છે

આ રઝડતા ઢોર અવારનવાર યુદ્ધે ચડે છે જેથી કરીને નિર્દોષ રાહદારી, વાહન ચાલકો સહિતના લોકોને હેરાન થવું પડે છે આટલું જ નહીં પરંતુ શારીરિક કે આર્થિક નુકસાની સહન કરવા માટેની તૈયારી પણ રાખવી પડે છે અને વર્ષો પહેલા મોરબીના રઝડતા ઢોરના લીધે એક વ્યક્તિનું મોત પણ નીપજયું હતું અને અત્યાર સુધીમાં અનેક લોકો ઘાયલ થયેલ છે ત્યારે પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર મોરબીના લોકોની સલામતીને ધ્યાને રાખીને આખલા અને રઝડતા ઢોરને પકડવા માટે ઝુંબેશ શરૂ કરે તેવી માંગ લોકો વતી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી. પડસુંબિયા અને આગેવાન કે.ડી. બાવરવાએ કરેલ છે




Latest News