રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં બહેન-દીકરીઓની સલામતી માટે યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલન-ધરણાની ચિમકી


SHARE









મોરબીમાં બહેન-દીકરીઓની સલામતી માટે યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલન-ધરણાની ચિમકી

મોરબી અનુ.જાતિ પ્રતિનિધિ મંડળના ગૌતમભાઈ મકવાણા સહિતનાઑ દ્વારા જિલ્લાના કલેક્ટર મારફતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિત રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથડી ગયેલ છે અને જિલ્લામાં બહેન-દિકરીની સલામતી રહી નથી. હાલ મોરબી જિલ્લામાં છાસવારે દુષ્કર્મ જેવા બનાવો બની રહ્યા છે. સગીરવયની દિકરીઓ આવારાતત્વો દ્વારા અપહરણ તથા શોષણ થાય છે. આવા ગંભીર બનાવોની ફરિયાદ દાખલ કરવા પણ સામાજિક આગેવાનો ગયા પછી ફરિયાદ નોંધવામાં આવે છે. તથા પીડિત પરિવારો સાથે ઉઘતાનભર્યા વર્તન કરવામાં આવે છે. ગુજરાત સરકારના સુત્ર બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે તેના મોરબી જિલ્લામાં લીરેલીરા ઉડી રહ્યા છે.

વધુમાં જવાબદાર અધિકારી તથા ચૂંટાયેલ પ્રતિનિધ સામે આક્ષેપ કર્યા કહ્યું છે કે, મોરબી જિલ્લામાં એક મહિનામાં સમાજ માટે ચિંતાજનક કહી શકાય તેવા ઘણા બનાવો બનેલ છે તો પણ જવાબદાર અધિકારી માત્ર કાગળો પર કામ કરી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે ત્યારે અધિકારી તથા ચૂંટાયેલ પ્રતિનિધ દ્વારા દુષ્કર્મ, સગીરવયની દિકરીઓના શોષણ બાબતે કોઈ ગંભીરતા દર્શાવવામાં આવતી નથી. મોરબી જિલ્લાની બહેન-દિકરી સલામતી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો માંગણીને સંતોષવામાં નહિ આવે તો સામાજિક આગેવાનો પીડિત પરિવારને સાથે રાખી ગાંધી ચિધ્યામાર્ગે આંદોલન અને ધરણા કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી




Latest News