રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક અંજારથી પકડાયો


SHARE









મોરબીના અમરનગર નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક અંજારથી પકડાયો

મોરબીના અમરનગર ગામ પાસે લીયોલી સિરામિક નજીક વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં બાઈકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બાઈક લઈને જઈ રહેલા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નિપજયુ હતું આ બનાવ સંદર્ભે મૃતકના પિતરાઈ ભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા રામભાઈ લાખાભાઈ લાવડીયા જાતે આહિર (૩૦) એ અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના કાકાનો દીકરો સુધીરભાઈ કાળુભાઈ લાવડીયા (૩૪) રહે મેઘપર તાલુકો માળીયા વાળો મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ અમરનગર ગામ પાસે લિયોલી સીરામીક નજીકથી પોતાનું બાઈક નંબર જીજે ૩૬ સી ૯૭૭૦ લઈને મેઘપર થી મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી સુધીરભાઈ લાવડીયાનું મોત નિપજયુ હતુ અને મૃતકના પિતરાઈ ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ હતા તાલુકા પોલિસ મથકના ભગીરથ લોખિલ સહિતના સ્ટાફે સીસીટીવી  કેમેરાઓ તપાસતા તે દરમ્યાન આ ગુનામાં મુંદ્રાના વાવોર ગામે રહેતા જીગર જીતેન્દ્રભાઇ ગઢવીનો ટ્રક નં જીજે ૧૨ એઝેડ ૫૨૧૪ હોવાનું સામે આવ્યું હતુ જેથી પોલીસે તેના ડ્રાઇવર ગોપાલભાઇ કારાભાઇ બતા (૪૬) રહે. લાખાપર તાલુકો અંજાર વાળાની ધરપકડ કરેલ છે.




Latest News