મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

ભારે કરી: વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા રૂપાંતરમાં પણ ભ્રષ્ટાચાર !


SHARE







ભારે કરી: વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા રૂપાંતરમાં પણ ભ્રષ્ટાચાર !

વાંકાનેર શિક્ષણ શાખામાં એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે ત્યારે હાલમાં મળી રહેલી માહિતી મુજબ નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા રૂપાંતરમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને તેના કાગળ ઉપરના આધાર પુરાવા છે તો પણ હજુ સુધીમાં અધિકારી કે પદાધિકારીએ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવેલ નથી.


મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચારની સમગ્ર જીલ્લામાં ચર્ચા ચાલી રહી છે જો કે, અધિકારી અને પદાધિકારીના પેટના પાણી કેમ હાલતા નથી તે સૌથી મોટો તપાસનો વિષય છે વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ દરમ્યાન આચરવામાં આવેલ ઘણા કૌભાંડ સામે આવ્યા છે જો કે, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યાં વધુ એક ભ્રષ્ટાચારની વિગતો સામે આવી છે, જેમાં નિવૃત શિક્ષકોને નોકરી દરમ્યાન ન ભોગવેલ ૩૦૦ જેટલી રજાનું રોકડ રૂપાંતર નિવૃત સમયે મળતું હોય છે જો કે, ભ્રષ્ટાચારીઓએ એવી કળા કરી કે, જે શિક્ષકો નિવૃત થયા હોય એમનું રજા રોકડ બિલ માર્ચ માસમાં જમા કર્યું અને ત્યારબાદ જૂન માસમાં પણ જમા કર્યું હતુ અને જૂન માસમાં બીજી વખત રજાનું રોકડ બિલ જે જમા કરેલ હોય એ શિક્ષકને બોલાવે અને આ લોકો કહે કે, ભૂલથી બીજી વખત રજાનું રોકડ બિલ જમા થઈ ગયું છે. 

એટલે આવા શિક્ષકોને કહેતા હતા કે, ચેક લખી દો, રકમ લખી દો, સહી કરી દો, રૂપિયા કયા હેડે જમા કરવા એ હેડનું નામ ઓફિસે પૂછીને પછી લખી નાખીશું જો કે, પછી ભ્રષ્ટાચારીઑ પોતાના વ્યક્તિગત ખાતે આ ચેકને જમા કરી દેતા હતા. એવી જ રીતે જે શિક્ષકોની સર્વિસ બુકમાં ૨૫૦ કે તેથી ઓછી  રજા જમા હોય તો આ ભ્રષ્ટાચારી લોકો ૩૦૦ રજાનો રોકડ રૂપાંતર પગાર જમા કરી દે અને એક જ મોડેસ ઓપરેન્ડી મુજબ જે તે શિક્ષકો પાસેથી ઉપરના રૂપિયાનો ચેક લખાવીને પોતાના વ્યક્તિગત ખાતે જમા કરી બેંકનું ડુપ્લીકેટ ચલણ જે તે શિક્ષકોને આપી દેતા આવી રીતે વાંકાનેર શિક્ષણ શાખામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે, છેલ્લા ચારેક માસથી ગોકળ ગાયની ગતિએ તપાસ ચાલી રહી છે જો કે, ભ્રષ્ટાચારીઓની સામે કયારે અને કેવા પગલાં લેવામાં આવશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.






Latest News