રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓ માટે ધ કેરાલા સ્ટોરીનો ખાસ શો યોજાયો


SHARE









મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓ માટે ધ કેરાલા સ્ટોરીનો ખાસ શો યોજાયો

હાલમાં લવ જેહાદ અને આતંકવાદ ઉપરની ફિલ્મ ધ કેરાલા સ્ટોરીની ઠેરઠેર ચર્ચા છે અને વધુમાં વધુ યુવતીઓ તેમજ મહિલાઓ આ ફિલ્મને જોવે તેના માટેના આયોજનો કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીમાં પરશુરામ ધામ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગૃપ સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓ માટે સ્કાય સિનેમા ખાતે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજની બહેન દીકરીઓ હાજર રહી હતી અને સાથે ફિલ્મ જોઈ હતી

લવ જેહાદ અને આતંકવાદને ઉજાગર કરતી ફિલ્મ ધ કેરાલા સ્ટોરી ફિલ્મની ચર્ચા ચાલી રહી છે ત્યારે ગુરુવારે મોરબીમાં આવેલા ગુહમંત્રી હર્ષ સંઘવી કહ્યું હતું કે, સલિમ સુરેશ બનીને કે પછી સુરેશ સલિમ એનીને કોઈને ફસાવશે અને તેની અરજી કે ફરિયાદ આવશે તો તાત્કાલિક પોલીસ તેના ઉપર કાર્યવાહી કરશે તેવું નિવેદન આપ્યું હતું ત્યારે બપોરે મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓને ધ કેરાલા સ્ટોરી ફિલ્મ દેખાડવા માટે પરશુરામ ધામ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગૃપ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫ વર્ષથી ઉપરની દીકરી, યુવતીઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી અને વર્તમાન સમયમાં દીકરીઓના માતા પિતા માટેની જે સૌથી મોટી ચિંતાનો વિષય છે તેને ઉજાગર કરનારી ફિલ્મને જોઈને સમાજમાં જે મુદામા જાગૃતિ લાવવાની જરૂર છે તે મુદાને હાલમાં યોગ્ય રીતે જ ઉજાગર કરવામાં આવી રહ્યા છે તેવું બ્રહ્મસમાજની બહેન દીકરીઓને જણાવ્યુ હતું અને ખાસ કરીને ગુહમંત્રી દ્વારા લવ જેહાદ બાબતે સરકારની સ્પષ્ટ નીતિની જે વાત કરી તેની પણ બ્રહ્મસમાજની બહેન દીકરીઓને ભારો ભાર પ્રસંસા કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ ધામ મોરબીના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યા અને અનિલભાઈ મહેતા તેમજ મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ અતુલભાઈ જોશી અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News