મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે વડાપ્રધાનના જન્મદિન નિમિતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો
હળવદમાં ખાણ ખનીજના દરોડા: ગેરકાયદેસર રેતી ભરેલા ૭ ડમ્પર સહિત ૧.૦૩ કરોડ મુદ્દામાલ જપ્ત
SHARE
હળવદમાં ખાણ ખનીજના દરોડા: ગેરકાયદેસર રેતી ભરેલા ૭ ડમ્પર સહિત ૧.૦૩ કરોડ મુદ્દામાલ જપ્ત
હરેશભાઈ પરમાર દ્વારા, હળવદ તાલુકાની બ્રાહ્મણીનદી રેતી ચોરીનો કાળો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે મોરબી ભુસ્તર શાસ્ત્રીની કચેરી દ્વારા હળવદ હાઈવે રોડ પર ગેરકાયદેસર રોયલ્ટી વિના રેતી ભરેલા ૭ ડમ્પરો ઝડપી પાડી રૂપિયા ૧.0૩ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ને હળવદ પોલીસને હવાલે કર્યા હતા
મોરબી ભુસ્તર શાસ્તીની કચેરી નામોરબી ભુસ્તર શાસ્ત્રી એ .બી ઓઝાની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર દીક્ષિતભાઈ ભરતભાઈ, ગોપાલભાઈ, અંકુરભાઈ સહીતની ભુસ્તર શાસ્ત્રીના કમૅચારીઓ ચેકિગ હાથ ધરતાં હળવદ હાઈવે રોડ પર ત્રણ રસ્તા અને વેગડવાવ ફાટક પાસે થી ગેરકાયેદસર રોયલ્ટી વિના ના ૭ ડમ્પરો ઝડપી પાડીને ૩૦૩ ટન રેતી ગેરકાયદેસર ઝડપી પાડી હતી ઝડપી પાડીને રૂપિયા ૧.0૩ કરોડનો મુદ્દામાલ કબજે કરીને હળવદ પોલીસને હવાલે કર્યો હતો હળવદમાં રેતી ચોરી અને ચોરીના દરોડા પાડતાં અન્ય ભૂમાફિયાઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો હળવદ તાલુકામાં ગામ દરરોજ ૪૦૦ થી ૫૦૦ ગેરકાયદેસર રેતીના ડમ્પરો ચાલે છે પરંતુ ખાણ ખનીજ વિભાગ દ્વારા સાત ગાડીઓ ઝડપીને મોટી કામગીરી કરી હોય તેવી અહેસાસ કરી લેવામાં અવાયો છે