હળવદમાં ખાણ ખનીજના દરોડા: ગેરકાયદેસર રેતી ભરેલા ૭ ડમ્પર સહિત ૧.૦૩ કરોડ મુદ્દામાલ જપ્ત
મોરબીમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને કિટનું વિતરણ કરાયું
SHARE
મોરબીમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને કિટનું વિતરણ કરાયું
ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના-૨.૦” અંતર્ગત સમગ્ર દેશમાં એક કરોડ ગેસ કનેકશન વિતરણ માટે જાહેરાત કરાયેલ છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા તા.૧૦/૮ ના રોજ સમગ્ર દેશમાં “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના-૨.૦” નું અમલીકરણ શરૂ કરાયેલ છે. જેના લાભાર્થીઓને આજે ગેસ કનેકશન આપવામાં આવ્યા હતા
રાજ્ય સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના-૨.૦” અંતર્ગત સમગ્ર રાજ્યને “કેરોસીન મુકત” કરાવવા માટે રાજ્યના બાકી રહેતા ૧૦ લાખ જેટલા લાભાર્થીઓને ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ગેસ કનેકશન આપવા માટે લક્ષ્યાંક નિયત થયેલ છે. રાજ્યના લાભાર્થીઓને એક સાથે શકય તેટલા વધુ ગેસ કનેકશનો આપી શકાય તે માટે સરકાર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવેલ આ માટે “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના-૨.૦” અંતર્ગત મોરબી જિલ્લાના બાકી રહેલા એ.એ.વાય. તથા બી.પી.એલ. કેરોસીન કાર્ડધારકોને વિનામુલ્યે એલ.પી.જી. ગેસ કનેકશનનો લાભ આપવા માટે તા.૧૭ ના રોજ જિલ્લામાં નવ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું ત્યારે મોરબી નગરપાલીકા કક્ષાનો પાલીકાની બાજુમાં આવેલ ટાઉનહોલ ખાતે કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં પાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, શહેર મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા તેમજ પાલિકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા ટેવ જ રીતે મોરબી ગ્રામ્ય કક્ષાનો પટેલ સમાજવાડી સકત શનાળા ખાતે, ટંકારા ગ્રામ્ય કક્ષાનો ઓરપેટ વિદ્યાલય, હળવદ નગરપાલીકા ગ્રામ્ય કક્ષાનો સરસ્વતી શીશુ મંદિર હોલ, હળવદ ગ્રામ્ય કક્ષાનો સેકન્ડરી સ્કુલ ટીકર(રણ), માળીયા નગરપાલીકા કક્ષાનો કન્યા શાળા માળીયા, માળીયા ગ્રામ્ય કક્ષાનો માધ્યમીક શાળા ખાખરેચી, વાંકાનેર નગરપાલીકા કક્ષાનો તાલુકા શાળા નં.-૧ બી.આર.સી. ભવન ગ્રીન ચોક વાંકાનેર, તેમજ વાંકાનેર ગ્રામ્ય કક્ષાનો ક્ષત્રીય સમાજવાડી વઘાસીયા ખાતે કાર્યક્રમો યોજાયા હતા અને આ કાર્યક્રમમાં લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું