માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ ક્લબ પરિવાર ઓયોજીત આયુર્વેદ કથાનો બહોળી સંખ્યામાં લોકોએ મોડીરાત સુધી લાભ લીધો


SHARE













મોરબીમાં લાયન્સ ક્લબ પરિવાર ઓયોજીત આયુર્વેદ કથાનો બહોળી સંખ્યામાં લોકોએ મોડીરાત સુધી લાભ લીધો

લાયન્સ ઇન્ટરનેશનલ તેમજ લાયન્સ કલબ મોરબી પરિવાર દ્વારા તળાજા સ્થિત અષ્ટાંગ આયુર્વેદ ધામનાં જાણીતા આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયાનાં અધ્યક્ષ સ્થાને ત્રિવેણી સંગમ રૂપ ત્રિવિધ આયુર્વેદ કથા, રાષ્ટ્ર કથા અને ગૌ કથાનું પ્રેરક આયોજન કરાયેલ.આ પ્રસંગે મોરબી સહિત આજુબાજુથી બહોળી સંખ્યામાં લોકો મોડીરાત્રિ સુધી રસભેર માહત્મ્ય સહિત આ અનોખી આયુર્વેદ કથાનો લાભ લીધો હતો.

કથાનાં શુભારંભ સમયે  દીપ પ્રાગટ્ય બાદ શાસ્ત્રોક્ત મંત્રોચાર અને ભગવાન ધનવંતરીનાં જયઘોષ સાથે કથાનો શુભારંભ કરાયો હતો.આ પ્રસંગે પ્રસંગોચિત પ્રવચનમાં લાયન્સ ઇન્ટરનેશનલનાં સૌરાષ્ટ્ર કચ્છનાં પ્રથમ વાઈસ ગવર્નર લાયન રમેશ રૂપાલાએ સંસ્થાનાં પરિચય સાથે ઝોન ત્રણમાં સમાવિષ્ટ દરેક લાયન્સ  ક્લબના સેવાકાર્યો અને વિવિધલક્ષી પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી.તેમજ બગથળા નકલંગધામનાં મહંત દામજી ભગત દ્વારા પ્રસંગોચિત આશીર્વચન સાથે આયુર્વેદ કથાનાં પ્રેરક આયોજન બદલ આયોજકોને અભિનંદન આપ્યા હતા.તેમજ લાયન્સ પરિવાર વતી ભીખાભાઈ લોરિયા, રમેશભાઈ રૂપાલા, ટી.સી.ફૂલતરિયા અને ટીમ લાયન્સ ક્લબ મોરબી પરિવાર દ્વારા વૈદ મહેન્દ્રસિંહ સરવૈયાનાં સ્વાગત અભિવાદન સાથે નકળંગ મંદિરનાં મહંત દામજી ભગત સહિત જાણીતા પ્રકૃતિપ્રેમી પ્રાણજીવણભાઈ  કુંડારિયાનું પણ વ્યક્તિ વિશેષ સન્માન કરાયુ હતુ.

સંસ્કૃતનાં જાણીતા શ્લોક સાથે ભગવાન ધનવંતરીને સ્તુતિ વંદના સાથે અષ્ટાંગ આયુર્વેદ કથાનાં વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા શુભારંભ કરતા સૌ પ્રથમ વાત, પીત અને કફને વિવિધ રોગનાં જનક ગણાવી તે અંગે આહાર, વિહાર, નિયમ સાથે શુધ્ધ સાત્વિક નિરામય જીવન માટે ભારતીય સંસ્કૃતિનાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અને તેના માહત્મ્ય અંગે જાણીતા વૈદ રાજ હોય કે રાવણનાં સમયના વૈદ સુશૈનથી લઇ પ્રાચીન અર્વાચીન ઋષિ મુનિઓ દ્વારા આયુર્વેદ ચિકિત્સાનાં મહત્વ અંગે જાણકારી વચે આજે પશ્ચિમનાં દેશો દ્વારા આયુર્વેદનાં મહત્વ સમજી આયુર્વેદ તરફ પાછા વળી રહ્યા છે.ત્યારે આ અંગે જરૂરી જનજાગૃતિ અભિયાનનાં ભાગ રૂપે મોરબી ખાતે તળાજા ભાવનગરનાં જાણીતા આયુર્વેદાચાર્ય ડો.મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા ડાયાબિટીસ, કેન્સર, હાયપર ટેન્શન, સ્ટ્રોક, બ્રેન સ્ટ્રોમ, એટેકથી લઇ વિવિધ રોગ સામે આયુર્વેદમાં ઉપાય અંગે માહિતી આપતા વિશેષ કહે સૌરાષ્ટ્રમા પાન માવાનાં વ્યસનનાં કારણે કેન્સરનું પ્રમાણ ભયજનક રીતે વધી  રહ્યું હોય ત્યારે પાન, બીડી, તંબાકુ સહિત વ્યસનથી દુર રહેવા અનુરોધ કરેલ તેમજ રસાયણ યુક્ત ખોરાકની જગ્યાએ ઓર્ગેનિક ધાન્ય, શાકભાજી અને ગાયનાં દૂધની વિશેષતા સાથે વૈશ્વિક કક્ષાએ આયુર્વેદનાં વધતાં વ્યાપ વચ્ચે સૌ આયુર્વેદ તરફ એક ડગલું આગળ વધી નાં નાદ સાથે સૌ ને વ્યાસપીઠ ઉપરથી વ્યસન મુક્તિ અને સ્વસ્થ ભારત સ્વચ્છ ભારત, સ્વચ્છ સ્વસ્થ મોરબી મંત્રનાં શપથ સાથે વિવિધ રોગ સામે ચેતવણી આહાર, વિહાર ખોરાકથી લઇ નિરામય જીવન અંગે રાખવાની કાળજી અંગે જ્ઞાત કરાયેલ અને પ્રસંગોચિત જરૂરી જાણકારી આપેલ તેમજ જીવનમાં નિયમિતતા, નીતિમત્તા, સરલતા, સહજતા, સાદગી સભર જીવનની ટિપ્સ આપી હતી.તેમજ પ્રકૃતિ વિરૂદ્ધ જનજાગૃતિ અભિયાનમાં પ્રસંગોચિત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ.તેમજ આયોજક લાયન્સ ઇન્ટરનેશનલ, લાયન્સ કલબ મોરબી પરિવાર દ્વારા કથા સ્થળે નિ:શુલ્ક સ્ટોલમાં આયુર્વેદિક ચીજ વસ્તુઓથી લઇ સ્વદેશી મેક ઈન ઈન્ડિયા બ્રાન્ડને અપનાવવા અનુરોધ કરાયેલ.તો સ્ટોલ ધારકો દ્વારા પણ ગ્રાહકોનાં ખૂબ સારા પ્રતિસાદ મળેલ હોવાનુ જણાવ્યુ હતુ.

મોરબીનાં આંગણે આ પ્રકારે ટૂંકા સમયમાં જ પ્રેરક આયોજન સાથે લાયન રમેશ રૂપાલા અને ટીમ લાયન્સ સહિત લીઓ ક્લબ સહિત તમામ સુંદર સહયોગ આપવા બદલ આયોજકો વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.તેમજ ઉપસ્થિત તમામનાં આભાર વ્યક્ત કરી તેઓનાં નિરામય તંદુરસ્ત દીર્ઘાયુ જીવન અંગે જરૂરી જાણકારી સાથે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ રૂપ આયુર્વેદ ચિકીત્સા પદ્ધતિ અંગે જાણકારી આપી હતી.લાયન્સ ઇન્ટરનેશનલ, લાયન્સ ક્લબ મોરબી પરિવાર આયોજીત આ આયુર્વેદ કથાને સફળ બનાવવા લાયન્સ ઇન્ટરનેશનલ,ડિસ્ટ્રીકટ ૩૨૩૨ જે.(સૌરાષ્ટ્ર કચ્છ) નાં પ્રથમ વાઈસ ગવર્નર રમેશ રૂપાલા તેમજ લાયન્સ મોરબી સિટીનાં પ્રમુખ જગદીશભાઈ કાવર, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા,ખજાનચી ટી.સી.ફૂલતરિયા, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ લોરીયા, અમૃતલાલ સુરાણી, મહાદેવભાઇ ચીખલીયા, મહાદેવભાઈ ઊંટવાડિયા, અમરશીભાઈ અમૃતિયા, દીપકભાઈ જીવાણી, જયેશ સંઘાણી, ચંદુભાઈ કુંડારિયા, વાઘજીભાઇ કાશુન્દ્રા તેમજ લાયન્સ ક્લબ મોરબી મેઇનમાંથી ડાયાભાઈ પટેલ લાયન્સ ક્લબ મોરબી નજરબાગમાંથી પૂર્વ પ્રમુખ કુતુબ ગોરેયા તુષારભાઈદફતરી, મનીષભાઈ આદ્રોજા, તેમજ લાયન્સ નજરબાગ પ્લસમાંથી પૂર્વ પ્રમુખશ જનકભાઈ હીરાણી, હિતેશભાઈ ભાવસાર, પર્યાવરણ પ્રેમી પ્રાણજીવનભાઈ કાલરીયા, મધુશુદનભાઈ પાઠક વિગેરે લોકોએ આયુર્વેદ કથાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.






Latest News