મોરબીમાં શાકમાર્કેટમાંથી સોમવાર સુધીમાં ગટર-ગંદકી સાફ ન થાય તો ચક્કાજામ કરવાની વેપારીઓની ચીમકી
મોરબી જીલ્લામાં અગરીયાઓએ નિવેધ કરીને સિઝનની કરી શરૂઆત
SHARE
મોરબી જીલ્લામાં અગરીયાઓએ નિવેધ કરીને સિઝનની કરી શરૂઆત
મોરબી જીલ્લામાં મીઠું પકવતા અગરીયાઓ સામાન્ય રીતે ચોમાસા પછી શક્તિ માતાજીને નિવેધ કરીને પછી તેનો મીઠાનો પાક લેવા માટે કામનું શરૂઆત કરતાં હોય છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ અને માળીયા તાલુકાનાં અગરીયાઓ દ્વારા મીઠાનો પાક લેવા માટે આજે નિવેધ કરીને કામની શરૂઆત કરેલ છે
મોરબી જિલ્લાના હળવદ અને માળીયા (મી) તાલુકાના નાના રણમાં ૧૦ એકર જમીનોમાં મીઠાના અગર બનાવીને હાજર લોકો મીઠામાથી રોજગારી મેળવી રહ્યા છે ત્યારે ચોમાસામાં બંધ કરવામાં આવેલ મીઠાના અગરનું કામ હવે નવી સિઝન લેવા માટે ધીમેધીમે ચોમાસાની વિદાય પછી શરૂ કરવામાં આવે છે ત્યારે હળવદ તાલુકાનાં કીડી ગામ પાસે આવેલ શક્તિ માતાજીનાં મંદિરે નિવેધ કરીને અગરીયાઓ દ્વારા નવી સિઝનમાં પાક લેવા માટે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે









