મોરબીમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને કિટનું વિતરણ કરાયું
મોરબીમાં શાકમાર્કેટમાંથી સોમવાર સુધીમાં ગટર-ગંદકી સાફ ન થાય તો ચક્કાજામ કરવાની વેપારીઓની ચીમકી
SHARE
મોરબીમાં શાકમાર્કેટમાંથી સોમવાર સુધીમાં ગટર-ગંદકી સાફ ન થાય તો ચક્કાજામ કરવાની વેપારીઓની ચીમકી
મોરબી શહેરમાં પડેલા નજીવા વરસાદમાં શાકમાર્કેટની અંદરના ભાગમાં વરસાદી પાણી અને ગટરનું પાણી ભરાઈ છે અને માર્કેટ પાછળના ભાગમાં લોહાણપરામાં ગંદકીના થર જામી જાય છે જેથી વેપારીઓ અને ત્યાં માલ લેવા માટે આવતા ગ્રાહકોના આરોગ્ય ઉપર જોખમ ઊભું થાય છે તો પણ સફાઈ કરવામાં આવતી નથી જેથી કરીને સ્થાનિક વેપારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને સોમવાર સુધીનું અલટીમેટ્મ આપ્યું છે અને જો ત્યાં સુધીમાં નક્કર કામ નહિ કરવામાં આવે તો નેહરૂ ગેઇટ ચોકમાં ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે
મોરબી શહેરના વેપારીઓને પણ પાલિકા પાસે પ્રાથમિક સુવિધાની અપેક્ષા છે જો કે, તે પૂરી થતી નથી અને માર્કેટના વેપારીઓ તેમજ ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને મોરબી શાકમાર્કેટના વેપારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે જો સોમવાર સુધીમાં માર્કેટ અને લોહાણાપરા વિસ્તારમાંથી ગટર, ગારો કીચડ અને ગંદકી દૂર કરવામાં નહીં આવે તો મોરબી શકમાર્કેટના વેપારીઓ પાસે બીજો કોઈ વિકલ્પ છે નહીં અને વેપારીઓ દ્વારા નેહરૂ ગેઇટ ચોકમાં ચક્કાજામ કરવામાં આવશે









