મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પાંચ વાગ્યા સુધીમાં ૨૬ હજારથી વધુ લોકોનું કરાયું રસીકરણ


SHARE













મોરબી જિલ્લામાં પાંચ વાગ્યા સુધીમાં ૨૬ હજારથી વધુ લોકોનું કરાયું રસીકરણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મોરબી જિલ્લામાં વેક્સીનેશન મેગાડ્રાઇવ ચાલી રહી છે તેમાં બપોરે એક વાગ્યે ૭૫૨૩ વ્યક્તિઓએ પહેલો ડોઝ જ્યારે ૮૦૮૯ લોકોએ સમગ્ર મોરબી જિલ્લામાં એક જ દિવસમાં બીજો ડોઝ મેળવી લીધો હતો.

જોકે, સાંજે પાંચ વાગ્યાના રિપોર્ટ અનુસાર સમગ્ર મોરબી જિલ્લામાં ૧૩૭૫૭ લોકોએ પ્રથમ ડોઝ તેમજ ૧૩૦૦૭ લોકોએ પોતાનો બીજો ડોઝ લઇ લીધો હોવાનું જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી વિગતો મળી છે. આમ વેક્સીનેશનની મેગા ડ્રાઇવમાં સાંજે પાંચ વાગ્યા સુધી ૨૬૭૬૪ લોકોએ ભાગ લઇને જિલ્લા વહિવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગને સાથ સહકાર આપેલ છે. આ મેગા ડ્રાઇવ બે ભાગમાં ચાલી રહી છે જેમાં સવાર અને સાંજની બે પાળીમાં કર્મચારીઓને ડ્યુટી સોંપવામાં આવી છે. સમગ્ર કામગીરી રાત્રીના ૧૧ વાગ્યા સુધી ચાલવાની છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સમગ્ર ગુજરાત રાજ્યમાં રસીકરણનું મહાઅભિયાન ચલાવાઇ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લો પણ આ કામગીરીમાં પોતાની શ્રેષ્ઠ કામગીરી થકી સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબરે કામગીરી કરી રહ્યો છે જેમાં પ્રજાનો સાથ સહકાર મળી રહ્યો છે. સમગ્ર કામગીરીનું નિરિક્ષણ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. કતીરા તેમજ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તલાટીઓ આ ઉપરાંત સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ સમગ્ર કામગીરીમાં સાથ સહકાર આપી રહ્યા છે.




Latest News