રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નિકુંજ ભાલોડિયા સહિત ત્રણ શખ્સો ૨૩.૪૪ લાખની જાલીનોટો સાથે રાજકોટમાં ઝડપાયા   


SHARE









મોરબી જિલ્લાના નિકુંજ ભાલોડિયા સહિત ત્રણ શખ્સો ૨૩.૪૪ લાખની જાલીનોટો સાથે રાજકોટમાં ઝડપાયા   

૨ હજારના દરની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે અને લોકો આવી નોટો જમા કરાવવા બેંકોમાં ઉમટી રહ્યા છે એ દરમિયાન જ ૧૦૦, ૫૦૦ના દરની નકલી નોટો છાપવાના કારસ્તાનનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઇ છે. રાજકોટ પોલીસે મુળ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના સજ્જન૫૨ના વતની અને હાલ મોરબી રોડ અમૃત પાર્કમાં રહેતાં નિકુંજ ભાલોડીયા તથા સાધુ વાસવાણી રોડ પર ડેરી ચલાવતાં વિશાલ ગઢીયા અને . ડેરીની નજીકમાં જ રહેતાં વિશાલ બુધ્ધદેવને દબોચી લઇ કુલ રૂા. ૨૩,૪૪,૫૦૦ની જાલીનોટો જપ્ત કરી છે. જેમાં ૫૦૦ના દરની ૪૬૨૨ નોટો અને ૧૦૦ના દરની ૩૩૫ નકલી નોટો સામેલ છે. સુત્રધાર નિકુંજે ટેક્સટાઇલ, મોબાઇલ ફોન અને શેરબજારના એમ ત્રણ ત્રણ ધંધા ફેરવ્યા છતાં સફળતા મળી ન હોય ડુપ્લીકેટ નોટના ધંધામાં આવી ગઇ છે તેમ કહી નકલી નોટ પરત મેળવી ચાલતી પકડી હતી.

જાલીનોટ કૌભાંડનો સુત્રધાર નિકુંજ ભાલોડીયા  ટંકારા તાલુકાના સજ્જનપરનો વતની છે. જો કે તેણે ઘણા સમય પહેલા જ માતા-પિતા, ભાઇઓ સહિતના સ્વજનો સાથેનો ના’તો તોડી નાંખ્યો છે. પોતે ઘણા સમયથી પત્નિ સાથે એકલો રહે છે. હાલમાં તો તે બે મહિનામાં જેટલી નકલી નોટો છાપી એ બધી પોલીસ સમક્ષ રજુ કરી દીધાનું રટણ કરી રહ્યો છે. પરંતુ પોલીસને શંકા છે કે તેણે રાજકોટ સહિત આસપાસમાં કદાચ જાલીનોટો ફરતી કરી દીધી છે.નિકુંજ અને તેની સાથે ઝડપાયેલા વિશાલ ગઢીયા તથા વિશાલ બુધ્ધદેવની કેફીયતમાં કેટલી સત્યતા છે જાણવા પોલીસ ત્રણેયને વિશેષ પુછતાછ માટે રિમાન્ડ પર મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News