મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ બે યુવતીઓએ પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું ખુલ્યું


SHARE







મોરબીમાંથી ગુમ થયેલ બે યુવતીઓએ પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું ખુલ્યું

મોરબીના બે જુદાજુદા વિસ્તારોમાંથી થોડા સમય પહેલા યુવતીઓ ગુમ થઈ જતા જેતે સમયે પરિવારજનો દ્વારા ગુમસુધા નોંધ દાખલ કરાવવામાં આવી હતી અને પોલીસ તપાસમાં આ બંને યુવતીઓએ પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું સામે આવ્યુ છે..!

આ અંગે મોરબી સીટી એ ડિવિઝનન પોલીસસૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા અતુલભાઇ જેઠાભાઈ ભટ્ટની પુત્રી એકતાબેન ગત તા.૧-૫ ના રોજ ગુમ થઈ ગયા હતા જે અંગે ઘરમાં તપાસ કર્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસ તપાસ ચાલુ હતી દરમિયાનમાં સામે આવ્યું હતું કે ગુમ થયેલા એકતાબેનને મોરબીના પંચાસરા રોડ ઉપર આવેલ શ્યામ સોસાયટીમાં રહેતા જૈનમ રાજેશભાઈ મકવાણા સાથે છેલ્લા ચારેક વર્ષથી પ્રેમ સંબંધ હોય અને તે તેણીના મામાના ઘરે જતી હોય ત્યાં તેની ઓળખાણ પરિચય જૈનમ સાથે થઈ હતી દરમિયાનમાં બંનેએ ભાગી જઈ રાજકોટ, જુનાગઢ, રાજસ્થાન, સોમનાથ, દિવ જેવા સ્થળોએ રહ્યા બાદ પ્રેમ લગ્ન કરી લીધા હતા જે અંગે હાલ પોલીસમાં રજૂ થતા પોલીસ મથકના એ.એમ.ઝાપડીયાએ આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં મોરબીના વીસીપરા પાસે આવેલા લાઈન્સનગર વિસ્તારમાંથી રાજવીબેન મનોજભાઈ ડાયાભાઈ પાધ્રેસા (ઉમર ૨૩) નામની યુવતી ગત તા.૪-૩ ના રોજ ગુમ થઈ હતી અને તે અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધ કરાવવામાં આવી હોય બીટ વિસ્તારના જમાદાર વશરામભાઈ મેતા તપાસ ચલાવી રહ્યા હતા દરમિયાનમાં સામે આવ્યું હતું કે ગુમ થયેલા રાજવીબેન પાધ્રેસાને રાજકોટના રેલનગર ખાતે રહેતા મનોજ ઠાકરદાસ કુંધાણી સાથે મનમેળ હોય અને તેની સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા હાલ ઉપરોક્ત બંને બાબતો અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીના બનાવવામાં ઈજા થતા સારવારમાં

મોરબીના પરાબજાર વિસ્તારમાં આવેલ ઇનાયત હુસેન નામની દુકાન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં પ્રદ્યુમનસિંહ રણજીતસિંહ પરમાર જાતે દરબાર (૩૨) રહે.વિદ્યુતનગર સોસાયટી સર્કિટ હાઉસ સામે મોરબી-૨ વાળાને ઇજાઓ પહોંચી હતી અને તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે ભોગ બનેલ પ્રદ્યુમનસિંહ પરમાર દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગ્રાન્ડ આઇટેન કાર નંબર જીજે ૩ એમઈ ૨૧૨૭ ના ચાલક સામે મારામારી બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હોય હાલ એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News