મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું
Breaking news
Morbi Today

ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલય તેમજ એમપી દોશી વિદ્યાલયનું ઉત્કૃષ્ઠ પરિણામ


SHARE













ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલય તેમજ એમપી દોશી વિદ્યાલયનું ઉત્કૃષ્ઠ પરિણામ

ટંકારા ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.જેમાં ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે.શાળાનું કુલ ૯૩.૨૯ ટકા પરિણામ આવ્યું છે.

 

ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની ઘોડાસરા શિવાનીએ ૯૯.૯૭ પર્સેન્ટાઈલ મેળવીને શાળામાં પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે બીજા નંબરે હળવદીયા ઋત્વીએ ૯૯.૨૮ પર્સેન્ટાઈલ અને ત્રીજા નંબરે જીવાણી પ્રિયાએ ૯૯.૦૨ પર્સેન્ટાઈલ મેળવ્યા છે. આ ઉપરાંત શાળાની ૨ વિદ્યાર્થિનીઓએ એ૧ ગ્રેડ મેળવ્યો છે. ગણિત વિષયમાં શાળાની માકાસણા ઋત્વા અને બારૈયા પ્રિયંકાએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે.ગણિતમાં ૨૮ વિદ્યાર્થિનીઓએ ૯૦ થી વધુ ગુણ મેળવ્યા છે. વિદ્યાર્થિનીઓની આ સિદ્ધિ બદલ સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી ધનજીભાઈ કાલરીયા, ઉપપ્રમુખ હીરાભાઈ ફેફર, પંચાણભાઈ ભૂત, ટ્રસ્ટીઓ દિપકભાઈ, ડાહ્યાભાઈ બારૈયા , કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા, ઓરપેટ કન્યા વિદ્યાલયના આચાર્ય અસ્મિતાબેન ગામી તથા સર્વે સ્ટાફના સભ્યોએ અભિનંદન પાઠવ્યા છે.

એમપી દોશી વિર્ધાલયની વિદ્યાર્થીની નગવાડિયા શ્રૂતિએ ધો.૧૦ માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યુ

માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીણામમાં ટંકારા એમપી દોશી વિદ્યાલયની શ્રૂતિ સંજયભાઈ નગવાડિયાએ ૯૬.૬૩ પીઆર સાથે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ અગાઉ એનએમએમએસ પરીક્ષામાં તાલુકા પ્રથમ ક્રમે ઉતિર્ણ થયા હતા તેણીના દાદા વિનોદભાઈ પાસેથી ગણીતનુ અદકેરૂ જ્ઞાન પ્રાપ્ત કર્યુ અને દાદી શાંતાબેન પાસેથી ગુજરાતી અને સભ્ય વ્યવસ્થાને જીવનમાં ઉતારી ગાયત્રી સ્ટુડિયોવાળા સંજયભાઈ અને માતા રેખાબેનની લાડકવાઈ શ્રૂતિએ ઉત્કૃષ્ટ પરીણામથી શાળા પરીવાર તથા ગામનું ગૌરવ વધાર્યું છે.

વિરપરના ચાવડા નયને માધ્ય બોર્ડમાં એ૨ ગ્રેડ મેળવ્યો

જયારે મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડાના પુત્ર નયને પણ સારૂ પરિણામ પ્રાપ્ત કરેલ છે જેમાં ૯૬.૦૩ પીઆર સાથે એ૨ ગ્રેડ મેળવી વિરપર ગામ અને ચાવડા પરીવારનું ગૌરવ વધાર્યું છે.

હડમતિયા ગામની એમ. એમ. ગાંધી વિધાલય SSC નું પરિણામ 61.54 

પ્રથમ ક્રમે : જાફરાણી રોનકબેન રફીકભાઈ PR 98.01 ગ્રેડ, A- 2 માર્ક - 525 ટકા - 87.50
બીજા ક્રમે : સુરાણી ક્રિષ્ના જીતુભાઈ PR 90.41 ગ્રેડ B- 1 માર્ક - 465 ટકા - 77.50
ત્રીજા ક્રમે  : ડાભી સિદ્ધરાજ રણજીતભાઈ PR 83.89 ગ્રેડ - B-1 માર્ક - 432 ટકા - 72
SSC માં લઈ આવી શાળાનું ગૌરવ વધારેલ છે માધ્યમિક શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ અઘારા, ડી.સી. રાણસરીયા તથા બંસી મેડમે ત્રણેય વિદ્યાર્થીઓને એમ.એમ.ગાંધી વિધાલયના ટ્રસ્ટી પ્રમુખ કામરીયા પ્રભુભાઈ એમ.તથા ટ્રસ્ટી સદસ્યઓએ અભિનંદન પાઠવ્યા છે.






Latest News