રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ઉત્તરપ્રદેશમાંથી અપરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીના બહાદુરગઢ ગામેથી મળી આવી


SHARE









ઉત્તરપ્રદેશમાંથી અપરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીના બહાદુરગઢ ગામેથી મળી આવી

મોરબી હાલ ગુનેગારો માટે સ્વર્ગ સમાન હોય તેવો ઘાટ છે. લગભગ દરોજ કે એકાંતરે એકાદ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવતી હોય તેવું સામે આવી રહ્યું છે તે ઉપરાંત અન્ય ગંભીર બનાવો પણ મોરબીમાં સતત બની રહ્યા છે.ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા આવા પરપ્રાંતિયોની વિગત મેળવવા જે એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે તેમાં ડેટા ભરવામાં આવે તે મોરબીના ઉદ્યોગ જગત માટે પણ હવે જરૂરી બન્યું છે.

હાલ જાણવા મળતી વિગતો મુજબ ઉત્તરપ્રદેશમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોય અને તે ભોગ બનેલ સગીરા આરોપી સાથે મોરબી હોવાની બાતમી મળતા યુપી પોલીસ મોરબી આવી હતી અને અહીંની સ્થાનિક મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને તપાસ કરતા મોરબી તાલુકાના બહાદુરગઢ ગામેથી ભોગ બનેલ સગીરા આરોપી સાથે મળી આવતા હાલ બનેને હસ્તગત કરીને સાથે યુપી લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી વધુમાં જાણવા મળતી માહીતી મુજબ ઉત્તરપ્રદેશ દોસ્તપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ અવધેશકુમાર તેઓને મળેલી ટેકનીકલ બાતમીના આધારે મોરબી આવ્યા હતા ત્યાં તેઓના પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલ સગીરાના અપહરણ સંદર્ભે તપાસના કામે તેઓ મોરબી આવ્યા હતા અને અહીં મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને તપાસ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવતા બહાદુરગઢ ગામ પાસેથી ઉત્તરપ્રદેશના દોસ્તપુર વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવેલ સગીરા આરોપી કૈલાશ પ્રજાપતિ સાથે મળી આવતા હાલ બંનેને હસ્તગત કરીને તપાસના કામે ઉત્તરપ્રદેશ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

બાઈકની ચેન ખળી જતા ઇજા

હળવદ તાલુકાના ચૂંપણી ગામે રહેતા નાનજીભાઈ રવાભાઈ નામના ૩૧ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે હળવદના સૂર્યનગર અને કડીયાણા ગામ વચ્ચેથી તે બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં ચાલુ બાઈકે ચેન ખડી પડતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઈજા થતાં તેને સારવારમાં અત્રે લાવવામાં આવ્યો હતો હાલ બી ડિવિઝન પોલીસના જગદીશભાઈ ડાંગર આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે હળવદ તાલુકાના જુના અમરાપર ગામે રહેતા ભરતભાઈ લવજીભાઈ મકવાણા (૩૯) ને પણ વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેના સામાકાંઠેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તે હળવદ અને ઘનશ્યામગઢ વચ્ચેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઇ જતા સર્જાયેલ અકસ્માત બનાવમાં તેને ઈજા થતા સારવારમાં લવાયો હતો.




Latest News