રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિને સાત વર્ષને સજા


SHARE









મોરબી જિલ્લાના વાંકાનેરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિને સાત વર્ષને સજા

મોરબી જિલ્લાના વાંકાનેરમાં પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ હતો જેની ફરિયાદ નોંધાઈ હતી અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં મૃતક મહિલાના પતિને કોર્ટે સાત વર્ષની સજા ફટકારી છે અને તેના મૃત્યુ પામેલા જેઠને એબેટ કરી જેઠાણી તેમજ જેઠાણીની દીકરીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડવા મૂકવામાં આવેલ છે

આ કેસની મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના વડિયાના નીતાબેન ગણાત્રાના લગ્ન વર્ષ ૧૯૯૩ માં વાંકાનેરમાં રહેતા રાજુભાઈ ચુનીભાઈ રાજવીર સાથે થાય હતા અને અવાર નવાર પતિ રાજુભાઈ, જેઠ રસિકભાઈ, જેઠાણી જસ્મીનબેન તથા જેઠની દીકરી પૂજા નાની નાની વાતમાં મેણાં ટોણાં મારતા હતા અને ત્રાસ આપતા હતા અને નીતાબેનના પતિ રાજેશભાઈને વાડીમાં કામ કરતી મહિલા તેમજ જેઠાણી જસ્મીતાબેન સાથે આડા સંબંધો હોવાની જાણ થઈ હતી જેથી તેને ત્રાસ આપવામાં આવતો હતો જેથી તે તેના માવતરે જતાં રહ્યા હતા જો કે, ત્યાર બાદ તેના પતિ, જેઠ અને સમાજના આગેવના તેઓના ઘરે આવ્યા હતા અને સારું થઈ જશે તેવી આશા સાથે તેને સાસરે મોકલવામાં આવ્યા હતા અને ફરી તેને ત્રાસ આપવામાં આવતા નિતાબેને ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને પતિ સહિતનાઓની સામે ફરિયાદ નોંધાઈ હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે મોરબીના સરકારી વકીલ સંજયભાઇ દવેએ મૌખિક ૧૮ અને દસ્તાવેજી ૫૦ પુરાવા રજૂ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી પતિ રાજુભાઈ ચુનીભાઈ રાજવીરને સાત વર્ષની સજા ફટકારી છે જો કે, આરોપી જેઠ રસિક ચુનીલાલ રાજવીરનું કેસ ચાલુ હતો દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું અને જેઠાણી જાસ્મીન તેમજ તેની દીકરી પૂજાને કોર્ટે શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકેલ છે




Latest News