રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત સમાજ બહેન-દીકરીઓ માટે સંસ્કારનું સિંચન-સંસ્કૃતિનું જતન શિબિરનું આયોજન


SHARE









મોરબીમાં રાજપૂત સમાજ બહેન-દીકરીઓ માટે સંસ્કારનું સિંચન-સંસ્કૃતિનું જતન શિબિરનું આયોજન

મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા રાજપૂત સમાજની દીકરીઓ માટે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ આગામી તા ૨ જૂનના રોજ યોજવાનો છે

મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘના હોદેદારોએ માહિતી આપતા જણાવ્યુ છે કે, નવલખી રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે આગામી તા. ૨ જૂન ને શુક્રવારે સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી રાજપૂત સમાજની દીકરીઓ માટે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજની ૧૪ થી ૨૫ વર્ષની દીકરીઓ તથા નવપરણિત મહિલાઓ ભાગ લઈ શકશે. આ શિબિરમાં રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘના અનુભવી વક્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે આ શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફી ૫૦ રૂપિયા રાખવામાં આવી છે. અને બહેનો માટે ભોજનની ત્યાં જ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને આ શિબિરનો સમાજના વધુમાં વધુ બહેનો લાભ લે તેવી અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ દશરથબા મહેન્દ્રસિંહ પરમાર, કાર્યકારી અધ્યક્ષ જયશ્રીબા પી. જાડેજા અને પ્રદેશ મહામંત્રી નિતાબા ગોહિલ, મોરબી જિલ્લા મહિલા સંઘના પ્રમુખ જયશ્રીબા મહાવીરસિંહ ઝાલા અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે




Latest News