મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં સગીરા સાથે  સામૂહિક દુષ્કર્મના ગુનામાં બે આરોપીને ૨૦ વર્ષની સજા


SHARE









હળવદમાં સગીરા સાથે  સામૂહિક દુષ્કર્મના ગુનામાં બે આરોપીને ૨૦ વર્ષની સજા

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં વર્ષ ૨૦૧૮ મા સગીરાનું રીક્ષામાં અપહરણ કરીને લઇ ગયા હતા અને તેની સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીને પકડવામાં આવ્યા હતા જે કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટે ચાલી ગયો હતો જેથી આ કેસમાં કોર્ટે બે આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારી છે અને ૫૧ હજારનો દંડ કર્યો છે.

હળવદ તાલુકામાં વર્ષે ૨૦૧૮ માં સગીરાનું આરોપી સંજય રઘુ રાણેવાડિયા, જુસબ ઉર્ફે અચો ઉર્ફે અસલમ સલીમભાઈ નારેજા અને રવિ જગદીશભાઈ મોરી નામના શખ્સો દ્વારા રીક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેના હાથ પગ બાંધીને બાવળની કાટમા લઈ જઈને તે સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે અંગેની સગીરાએ તેના માતા અને પિતાને જાણ કરી હતી ત્યાર બાદ હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધીને આરોપીને ઝડપી લીધા હતા અને આ કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સંજય સી.દવે અને નીરજ ડી.કારીયાએ કરેલી દલીલો તેમજ ૨૪ મૌખિક અને ૪૭ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇને કોર્ટે આરોપી સંજય રઘુ રાણેવાડિયા, જુસબ ઉર્ફે અચો ઉર્ફે અસલમ સલીમભાઈ નારેજાને ૨૦ વર્ષની સજા ફટકારી છે અને ૫૧ હજારનો દંડ કરેલ છે અને આ કેસ કોર્ટમાં ચાલુ હતો દરમ્યાન કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરનું ચાલુ કેસ દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં કોર્ટે વિકટીમને ચાર લાખ કંપેસેશન તેમજ આરોપીઓને ફટકારવામાં આવેલ દંડની રકમ આપવાનો પણ આદેશ કરેલ છે.




Latest News