મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી બાળકીના અપહરણના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE









મોરબીમાંથી બાળકીના અપહરણના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીના લખધીરપુર રોડ સોરીસો સિરામીક કારખાનામાંથી બાળકીના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી અને તે કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને આરોપીને નિર્દોષ છોડી દેવાનો કોર્ટે હુકમ કરેલ છે

આ કેસની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લખધીરપુર ગામમાં લખધીરપુર રોડ સોરીસો સિરામીક કારખાનામાંથી તા. ૧૮/૭/૨૦૨૧ ના રોજ કામ કરતાં આશાબેન મુકેશભાઈએ તેમની દોઢ વર્ષની દીકરી આનંદીને ત્યાં કારખાનામાં કામ કરતા હતા તે સમયે મનોજ ટેટીયા નામનો આરોપી અપહરણ કરી લઈ ગયાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને બાળકી સાથે પકડી લીધેલ હતો અને તેની ચાર્જશીટ રજુ કરેલ હતી જો કે, આઈ.પી.સી. કલમ ૩૬૩ મુજબના ગુનામાં ચાર્જશીટ રજુ થયેલ હતી જેના અનુસંધાને કોર્ટમાં આરોપીના વકીલ મોનીકાબેન એન. સાંગાણી રોકાયેલ હતા અને લાગતા વળગતા સાક્ષીઓની ઉલટ તપાસ કરીને ધારદાર દલીલો રજુ કરેલ હતી જેના અનુસંધાને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી દેવાનો હુકમ કરેલ છે




Latest News