બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કુરિયરની ઓફિસમાંથી ૫.૨૦ લાખના મુદામાલની ચોરી કરનારા આરોપી જેલ હવાલે


SHARE









મોરબીમાં કુરિયરની ઓફિસમાંથી ૫.૨૦ લાખના મુદામાલની ચોરી કરનારા આરોપી જેલ હવાલે

મોરબીના રામચોક પાસે કુરિયરની ઓફિસ આવેલ છે જેમાંથી ૫.૧૦ લાખ રૂપિયા રોકડા તેમજ અન્ય મુદામાલ મળીને ૫.૨૦ ના મુદામાલની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં કુરીયરની ઓફીસમાં આસીસ્ટન્ટ તરીકે કામ કરતાં શખ્સની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરીના ગયેલ મુદામાલ અને ગાડી સહિત કુલ મળીને ૧૨.૧૫ લાખનો મુદામાલ કબજે કરેલ હતો અને આ આરોપીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર રહેતા મયુરભાઈ ભીખાભાઇ સોલંકીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, રામચોક પાસે આવેલ બ્લુ ડાર્ટ કુરિયરની ઓફિસમાં તે મેનેજર તરીકે નોકરી કરેલ છે અને તેની ઓફિસમાંથી રોકડા રૂપિયા ૫.૧૦ લાખ તેમજ ૧૦ હજારની કિંમતનું સીસીટીવી કેમેરાનું ડિવિયાર મળીને કુલ ૫.૨૦ લાખના મુદામાલની ચોરી કરવામાં આવી છે જો કે, ચોરીમાં જાણભેદુ હોવાની શંકા આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ ગુનામાં કુરીયરની ઓફીસમાં આસીસ્ટન્ટ તરીકે કામ કરતા ક્રિતેજ રણજીતભાઇ નામના શખ્સની ધરપકડ કરી હતી અને તેની પાસેથી પોલીસે ચોરીમાં ગયેલા રોકડ સહિતનો મુદામાલ તેમજ સાત લાખની ગાડી આમ કુલ મળીને ૧૨.૧૫ લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને આરોપી ક્રિતેજ રણજીતભાઇને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જો કે, રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ નથી જેથી કરીને તેને હાલમાં પોલીસે જેલ હવાલે કરેલ છે




Latest News