બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે સ્કુલ પાસે પાર્ક કરેલ કારમાંથી ૭૬ બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ


SHARE









મોરબીના પંચાસર રોડે સ્કુલ પાસે પાર્ક કરેલ કારમાંથી ૭૬ બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ

મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર સત્યમ સ્કુલની બહાર પાર્કીંગમા કાર પડી હતી જેમાં દારૂનો જથ્થો હોવાની માહિતી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસે રેડ કરી હતી ત્યારે કારમાંથી દારૂની ૭૬ બોટલ મળી આવી હતી જેથી કરીને ૨૫ હજારનો દારૂ અને દોઢ લાખની કાર સાથે હાલમાં એક શખ્સને ઝડપી લીધેલ છે અને એકને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડે રાજનગર સત્યમ સ્કુલની બહાર પાર્કીંગમા કાર પડે છે તેમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરીને કારને છે કરી હતી જે કારમાંથી દારૂની ૭૬ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૫,૫૦૦ નો દારૂ અને દોઢ લાખની કાર આમ કુલ મળીને ૧,૭૫,૫૦૦ ના મુદામાલ સાથે આરોપી નિકુંજભાઈ ભરતભાઈ કાવર રહે. રાજનગર મહાદેવ પાનની સામે, પંચાસર રૉડ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મોન્ટુભાઈ પલ્લવભાઈ રાવલ રહે. શકત શનાળા વાળાનું પણ નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઇ એચ.એ. જાડેજાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી 




Latest News