બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારામાં પંચરોજકામની કોપીના એક લાખ પડાવનાર મહેશ ગોપાણીની આગોતરાનો સોમવારે ફેંસલો


SHARE









ટંકારામાં પંચરોજકામની કોપીના એક લાખ પડાવનાર મહેશ ગોપાણીની આગોતરાનો સોમવારે ફેંસલો

ટંકારાના જબલપુર ગામના ખેડૂતને પોતાની જમીનના પંચરોજકામની કોપીની જરૂરિયાત હતી જેથી સરકારી કચેરીમાં જે ડોક્યુમેન્ટ ન મળ્યું તે વચેટીયાએ એક લાખ રૂપિયા અરજદારને આપ્યું હતું અને આ બાબત સામે આવ્યા પછી વચેટીયા મહેશ ગોપાણીની સામે ટંકારાના ઇન્ચાર્જ મામલતર દ્વારા ઠગાઇ અને વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવવામાં આવી છે જો કે, હજુ સુધી આ ગુનામાં આરોપી પકડાયેલ નથી અને તેની મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી આગોતરા જામીન માટે અરજી મુકેલ છે જેની સુનાવણી થઈ ગયેલ છે અને આગામી તા ૫ ને સોમવારે મહેશ ગોપાણીની આગોતરા જામીન અરજીનો ફેંસલો થશે

ટંકારા તાલુકામાં આવતા જબલપુર ગામે રહેતા પ્રવીણભાઈ ભીમજીભાઇ પરમારને તેની સાથણીમાં મળે જમીનના પંચરોજકામની જરૂર હતી જે ડોક્યુમેન્ટ મેળવવા નિયમ પ્રમાણે ટંકારા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી જોકે ટંકારા મામલતદાર કચેરીમાંથી તેને આખી ફાઇલ આપવામાં આવી પરંતુ તેમાં જરૂરી એવું પંચરોજકામ ન હતું જેથી તેનો જમીન વેચાણનો દસ્તાવેજ અટકે તેમ હતું દરમિયાન વચેટીયા દ્વારા પ્રવીણભાઈ ભીમજીભાઇ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એક લાખ રૂપિયા લઈને આ પંચરોજકામ આપવામાં આવ્યું હતું જેની માહિતી સામે આવતાની સાથે જ તપાસનો આદેશ કરવામાં આવ્યું હતો.

આ મામલે ટંકારાના ઇનચાર્જ મામલતદાર કે.ડી. બુસા  દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગત તા ૨૧ ના રોજ મહેશ અવચરભાઈ ગોપાણી રહે. કલ્યાણપર વાળાની સામે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જો કે, આજ સુધી આ ગુનામાં આરોપી મહેશ ગોપાણી પકડાયેલ નથી અને મહેશ અવચરભાઈ ગોપાણીના વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી આગોતરા જામીન માટે અરજી મૂકવામાં આવેલ છે તેની સુનાવણીમાં આરોપીના વકીલ અને સરકારી વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને આગામી તા ૫ ને સોમવારે મહેશ અવચરભાઈ ગોપાણીની આગોતરા જામીન માટેની અરજીનો ફેંસલો કરવામાં આવશે




Latest News