મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી નિમિતે ધારાસભ્યની હાજરીમાં મસાલ રેલી યોજાઇ


SHARE









મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી નિમિતે ધારાસભ્યની હાજરીમાં મસાલ રેલી યોજાઇ

મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી હતી અને શહેરના જુદાજુદા વિસ્તારમાં શુક્રવારે પગપાળા, કાર અને બાઈક સાથે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના આગેવાનો જોડાયા હતા એક રેલી મોરબીમાં ઉમા ટાઉનશિપ પાસેથી નીકળી હતી જે ત્યની સોસાયટીમાં ફરીને મહારાણા પ્રતાપ સર્કલે પૂરી કરવામાં આવી હતી અને બીજી રેલી એસપી રોડ, કુળદેવી પાન, ક્રિષ્ના સ્કૂલ, બોની પાર્ક, વર્ધમાન એપાર્ટમેન્ટ, આલાપ રોડ, વજેપર મેઇન રોડ, શિવાજી મહારાજ સર્કલ, જેલ રોડ,વાઘપરા મેઇન રોડ, સ્વામી વિવેકાનંદ રોડ, રાજકોટ નાગરિક બેંક, ઘનશ્યામ માર્કેટ, નીલકંઠ સ્કૂલ, નરસંગ ટેકરી મંદિર થઈને કેપિટલ માર્કેટ ખાતે પૂરી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અત્રે ઉલેખનીય છે કે, છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજ્યના ૩૫૦ વર્ષ થઈ રહ્યા છે ત્યારે હિન્દુ સ્વરાજ્યનો પાયો નાખનાર હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેક દિવસને હિન્દુ સામ્રાજ્ય દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેના ભાગ રૂપે મસાલ રેલી યોજાઇ હતી




Latest News