મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામ રહેતો યુવાન ગુમ


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામ રહેતો યુવાન ગુમ

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે રહેતા અને મૂળ સુરવદર ગામનો વતની પટેલ યુવાન ગુમ થઈ જતા તેના નાના ભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ શરૂ કરવામાં આવેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિહતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામની ક્રાંતિજયોત સોસાયટી તક્ષશિલા સ્કૂલ પાસે રહેતા જીતેન્દ્રભાઈ ડાયાભાઈ દેસાઈ જાતે પટેલ (ઉમર ૪૬) નામનો યુવાન ગત તા.૩૧-૫ ના રોજ સવારના નવેક વાગ્યે ઘરેથી કોઈને કંઈ પણ કહયા વગર ગુમ થઈ જતા પરિવારજનો દ્વારા ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી છતાં પણ જીતેન્દ્રભાઈ દેસાઈનો કોઈ પતો લાગ્યો ન હોય હાલ તેઓના નાનાભાઈ કિશોરભાઈ ડાયાભાઈ દેસાઈ પટેલ (૪૦) રહે. તક્ષશિલા સ્કૂલ પાસે કાંતિજ્યોત પાર્ક સોસાયટી મહેન્દ્રનગર મોરબી-૨ મૂળ રહે.સુરવદર તા.હળવદ વાળાએ પોલીસ મથકમાં જાણ કરતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ડાંગર દ્વારા ગુમ થયેલા જીતેન્દ્રભાઈ દેસાઈની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

હળવદ તાલુકાના માથક ખાતે એસબીઆઇ બેંક પાસે થયેલ  મારામારીના બનાવમાં બે યુવાનોને ઇજા થતા સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવ્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેવસંગ મંગુભાઈ મોરી (ઉમર ૧૮) અને કિશન અજીતભાઈ મુછડીયા (ઉંમર ૧૯) રહે બંને થાન જી.સુરેન્દ્રનગર વાળાઓને માથક ગામે એસબીઆઇ બેન્ક પાસે મારામારીના બનાવવામાં ઇજાઓ થતા બંનેને અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હોય મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્રારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

અજાણી દવા પી જતા સારવારમાં

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા તારણા ગામે રહેતા મીનાબેન હમીરભાઈ ડાંગર નામની ૨૬ વર્ષી મહિલા કોઈ અજાણી દવા અકળ કારણોસર પી જતા તેણીને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જેના પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયા દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે ભૂલથી બીમારીની દવાને બદલે અન્ય દવા પી જતા તેઓને સારવારમાં લાવ્યા હતા.






Latest News