મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી વન વિભાગ દ્વારા ૨૫ લાખથી વધુ રોપાઓને ઉછેરી વિતરણ-વાવેતર કરાયું


SHARE







મોરબી વન વિભાગ દ્વારા ૨૫ લાખથી વધુ રોપાઓને ઉછેરી વિતરણ-વાવેતર કરાયું

આપણા જીવનમાં વૃક્ષોનું સવિશેષ મહત્વ રહેલુ છે. પર્યાવરણ અને વૃક્ષો તો એકબીજા સાથે સીધા સંકળાયેલા છે. વૃક્ષો વિના પર્યાવરણની કે જીવસૃષ્ટીની કલ્પના કરવી જ નિરર્થક છે. સરકાર દ્વારા પાર્યાવરણના જતન અને વૃક્ષારોપણને આગવું મહત્વ આપવામાં આવે છે. સરકારના વન વિભાગ હસ્તકના સામાજીક વનીકરણ વિભાગ અને તે હસ્તકની નર્સરીઓ દ્વારા વન વિસ્તાર સિવાયના પ્રદેશમાં વધુમાં વધુ વૃક્ષા વાવી શકાય તે તરફ સતત પ્રયાસો કરવામાં આવે છે.

વધુને વધુ વૃક્ષારોપણના સંકલ્પને સાર્થક કરતી આ નર્સરીઓ દ્વારા વિવિધ પ્રકારના રોપાઓને ઉછેરવામાં આવે છે અને ત્યારબાદ આ રોપાઓનું વિવિધ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી વૃક્ષોની સંખ્યા વધારવા માટે કાર્ય કરવામાં આવે છે. ઉપરાંત નાગરીકોને પણ રોપાઓનું વિતરણ કરવામાં આવે છે.

મોરબી જિલ્લામાં સામાજીક વનીકરણ વિભાગ હેઠળ વાંકાનેરના પંચાસર અને વરડુસર, મોરબીના મોટા દહીંસરા અને ધરમપુર, રાતકડી-હળવદ ખાતે તથા ટંકારા મિતાણા ખાતે નર્સરીઓ આવેલી છે. જ્યા વિવિધ પ્રકારના રોપાઓને ઉછેરવામાં આવે છે અને તેમનું વાવતેર અથવા વિતરણ કરવામાં આવે છે. આ નર્સરીઓ ખાતે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૨૫ લાખથી વધુ રોપાઓને ઉછેરી વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત આ નર્સરીઓ ખાતે વર્ષ દરમિયાન ૬.૮૫ રોપાઓને ઉછેરીને તેમનું વાવેતર તથા વિતરણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં પણ મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મળી કુલ ૧.૫૦ લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવનાર છે.

વન વિભાગની આ નર્સરીઓ ખાતે વિવિધ પ્રકારના ફુલછોડની સાથે આમળા, બોરસલી, જામફળી, કણજી, લીમડો, સીતાફળ, સરૂ, તુલસી, પીપડો, પેલ્ટાફોરમ, કરેજ, ખાટી આંબલી, વડ, આંબો, દાડમ વગેરે રોપાઓને ઉછેરી વાવેતર તથા વિતરણ કરવામાં આવે છે.  સામાજીક વનીકરણ કાર્યક્રમ અન્વયે રોડ, રેલ્વે લાઈન, કેનાલ, ગામડાઓમાં વગેરે જગ્યાઓએ બિનઉપયોગી જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ વૃક્ષારોપણ થકી જે-તે વિસ્તારનું કુદરતી સૌદર્ય વધે છે. અને પર્યાવરણને પણ ફાયદો થાય છે. ઉપરાંત શાળાઓ, કોલેજો, સરકારી સ્કુલો, જાહેર સંસ્થાઓ, પ્રવાસન સ્થળો વગેરે જગ્યાઓએ પણ રોપાઓનું વાવેતર કરી તેની જાળવણી કરવામાં આવે છે.






Latest News