મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

નવલખી રોડના કપાતની સ્પષ્ટતા નહીં કરવામાં આવે તો લુંટાવદર ગામના લોકો કરશે આંદોલન


SHARE







નવલખી રોડના કપાતની સ્પષ્ટતા નહીં કરવામાં આવે તો લુંટાવદર ગામના લોકો કરશે આંદોલન

નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા નવલખી રોડની કપાત નક્કી કરવામાં આવી છે જો કે, કેટલી કપાત આવશે ?, કેટલું વળતર આપવામાં આવશે ? તેની કોઈ ચોખવાટ કરવામાં આવી નથી જેથી કરીને હાલમાં લુંટાવદર ગામના લોકોએ આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જો વાંધાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગામના લોકો દ્વારા ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે

મોરબી તાલુકાનાં લુંટાવદર ગામના લોકોએ આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, લુંટાવદર પાસેથી નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા હાઇવે રોડની કપાત કરવામાં આવનાર છે ત્યારે જે ખેડૂતોની જમીન કાપાઈ છે તે તમામ ખેડૂતો દ્વારા વાંધા અરજી આપવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, NHAI દ્વારા હાઇવે કાઢો છો. જેની એક કિલોમિટર સમકક્ષ એરીયામા અગાઉથી જ મોરબી-નવલખી હાઇવે આવેલ છે. જે ર લેન છે. તથા સરકાર દ્વારા ૪ લેન પાસ થઇ ગયેલ છે. અને લુંટાવદર ગામ પાસે ખેતી લાયક ઉપજાઉ કપાત જમીન ૨૬-૮૯-૨૯ હૈ-આરે છે. જે બહુ જ વધારે કહેવાય જેના લીધે ઘણા બધા ખેડૂતોને આર્થિક નુકશાન થાય તેમ છે અને જે જમીન કપાઈ છે તેમાં કેટલી જમીન કપાય છે ? તેનું લીસ્ટ ૧૦ દીવસમાં આપવાની માંગ કરવામાં આવી છે તેમજ જે જમીનની કાપત છે તેની સામે વળતર શું આપવામાં આવશે ? અને હાલમાં જે હાઇવે છે ત્યાં બીજા કોઇ નવા હાઇવેની જરૂરીયા નથી અને જો સરકાર ગામના લોકોની વાંધા અરજીને ધ્યાને લઈને કોઇ નીરાકરણ નહીં કરે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે ગામના લોકો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News