મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા વડાપ્રધાન મોદીના સુશાસનના નવ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા વડાપ્રધાન મોદીના સુશાસનના નવ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કાર્યક્રમ યોજાયો

મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા વડાપ્રધાન મોદીના સુશાસનના નવ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે ધન્વંતરિ ભવન, શનાળા રોડ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના સુશાસનના નવ વર્ષ પૂર્ણ થયા છે. મોદીસાહેબના સેવા, સુશાસન, ગરીબ-કલ્યાણ, કાર્ય નવીનતા અને અટલ દ્રઢ નિશ્ચય કેન્દ્રમાં રાખી નિર્ણયો લઈને સમગ્ર દેશની પરિસ્થિતિ બદલાઈ  ગઈ છે, જેની ઉજવણીના ભાગરૂપે મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સવારે ૧૦ વાગ્યે સિનિયર સીટીઝન સભ્યોની સામાન્ય સભા રાખવામાં આવી હતી ત્યારબાદ ૧૦:૩૦ વાગ્યે પ્રોફેસર અનિલભાઇ કંસારાની 'જીવન સંધ્યાનો આનંદ'  ઉપર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બપોરે ૧૨વાગ્યે મનહરભાઇ કગથરા તરફથી પ્રીતી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલને '૯ સાલ ૯ કમાલ' સ્મૃતિચિન્હ તરીકે ઘડિયાળ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. ત્યારે મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ર્ડો.બી. કે. લહેરૂ તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટ, એડવોકેટ જગદીશભાઇ ઓઝા દ્વારા આ ત્રિવિધ કાર્યક્રમમાં પધારેલ સર્વે અતિથિ મહાનુભાવો અને સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નરેન્દ્રભાઈ મહેતાએ જહેમત ઉઠાવી હતી.




Latest News