મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં માજી મંત્રીએ ખાતમહુર્ત કરેલ રોડના અધૂરા કામ પૂરા કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત


SHARE









મોરબીમાં માજી મંત્રીએ ખાતમહુર્ત કરેલ રોડના અધૂરા કામ પૂરા કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીમાં રાજકોટથી ૮-અ નેશનલ હાઈવે, બાય પાસથી લીલાપર સુધીનો  કેનાલની બીજી બાજુના રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જે કામ હજુ પણ અધૂરું છે અને જે જગ્યાએ કામ કરવામાં આવ્યું છે ત્યાં રોડ તૂટવા લાગેલ છે ત્યારે વહેલી તકે કામ કરવામાં આવે અને જલ્દી કામ પૂરું કરવામાં આવે તેના માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે,  જુદાજુદા રોડનું કામ મોરબી નગર પાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલ હતું જેનું ખાતમહુર્ત ત્યારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા કરવામાં આવેલ હતું. પરંતુ આ રોડનું કામ ખુબ જ નબળી ગુણવતાનું છે ઘણી જગ્યાએ રોડ તૂટી જવા પામેલ છે. અને હાલમાં ભીમાણી પ્રોવિઝન સ્ટોર પાસે રીપેરીંગ પણ કરવામાં આવેલ છે. પરંતુ આ રોડનું કામ હજુ પૂરું થયેલ નથી. ઘણી જગ્યાઓએ કામ અધૂરું છોડી દેવામાં આવેલ છે. અને ઘણું કામ હજુ બાકી પણ છે. અને કરેલ કામ તૂટી જવા પામેલ છે. તેનું દરેક જગ્યાએ રીપેરીંગ પણ કરવામાં આવેલ નથી અને આ અધૂરા અને નબળા કામ પર  હાલમાં જયારે કામો  પુરા નથી થયા તો પણ પુરા થયા પછી. જે  રીતે સફેદ પટા મારવામાં આવેલ છે તેવા પટા મારવામાં આવેલ છે. એટલે કે હવે આ બાકી કામો કરવાના નથી તેવું દેખાઈ રહ્યું છે ત્યારે અધૂરું કામ જલ્દી પૂરું કરવામાં આવે અને જ્યાં નબળું કામ થયેલ છે. ત્યાં ફરીથી કરવામાં આવે કે રીપેરીંગ કવામાં આવે  અને આ રોડ લીલાપરથી બાયપાસ સુધી લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ કરી છે




Latest News