મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સસ્તા અનાજમાં દુકાનદારને ગોડાઉનમાંથી પૂરો માલ આપવાની માંગ


SHARE









મોરબી જિલ્લામાં સસ્તા અનાજમાં દુકાનદારને ગોડાઉનમાંથી પૂરો માલ આપવાની માંગ

મોરબી જિલ્લા સસ્તા અનાજ દુકાનદાર એસોસિએશન દ્વારા મોરબી જિલ્લાના પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે, મોરબી જિલ્લામાં સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીઓને ગોડાઉન મારફતે જે માલ આપવામાં આવતો હોય છે તેમાં પૂરો માલ આવતો નથી અને માલની જે ઘટ હોય છે તે દર મહિને વધતી જાય છે અને છેલ્લે જ્યારે પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા સસ્તા અનાજના દુકાનદારના માલનો હિસાબ કરવામાં આવે છે ત્યારે માલની ઘટ આવે તેની સામે તે દુકાનદારને દંડ કરવામાં આવતો હોય છે જે ગેરવાજબી છે જેથી કરીને સસ્તામાં દુકાનદારોને ગોડાઉનમાંથી પૂરતો માલ મળે તેના માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેમજ દુકાનદારો દ્વારા પહેલી તારીખે માલ લેવા માટે થઈને રૂપિયા ભરવામાં આવે છે તેમ છતાં પણ ૨૦ થી ૨૫ તારીખ સુધી દુકાનદારોની દુકાન સુધી માલ પહોંચતો નથી અને બીજી બાજુ સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનેથી માલ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવે છે જેથી કરીને દુકાનદારોને ગ્રાહકોની સાથે ઘર્ષણ થાય છે અને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આવા ઘણા બધા પ્રશ્નોને લઈને હાલમાં ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનદાર એસોસિએશન દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને મુખ્યમંત્રી સાથે આ બાબતને લઈને બેઠક પણ કરવામાં આવી છે ત્યારે આ લડતને મોરબી જિલ્લા સસ્તા અનાજ દુકાનદાર એસોસિએશન દ્વારા ટેકો આપવામાં આવેલ છે અને મોરબીના જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે આ તકે મોરબી જિલ્લાના પ્રમુખ પંકજભાઈ સબાપરા, આપાભાઈ આહીર, દિનેશભાઈ ભોજાણી, જોહરભાઈ ભારમલ સહિતના હોદ્દેદારો, આગેવાનો અને દુકાનદારો હાજર રહ્યા હતા






Latest News