મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક આથડતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા સર્કલ પાસે રહેતી મહિલા ફિનાઇલ પી જતાં સારવારમાં


SHARE









મોરબીમાં મહારાણા સર્કલ પાસે રહેતી મહિલા ફિનાઇલ પી જતાં સારવારમાં

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં મહારાણા સર્કલ પાસે રહેતી મહિલા કોઈ કારણોસર ફીનાઇલ પી જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને હોસ્પિટલે સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે રહેતા ચેતનાબેન નિલેશભાઈ ગોધાણી (૩૦) કોઈ કારણોસર પોતે પોતાની જાતે ફિનાઇલ પી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં મહિલાને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના ભડીયાદ પાસે હરિઓમ પાર્કમાં રહેતા બાબુભાઈ કેશુભાઈ સોમાણી (૨૮) ને મારામારીમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભાઈ ચાવડા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા ચિરાગ વિનોદભાઈ પંડ્યા (૨૩) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News