મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા પાસે ઘેટાને બાઇક અડી જતાં આધેડ સહિત બે વ્યક્તિને નવ શખ્સોએ માર માર્યો: રાયોટિંગની ફરિયાદ


SHARE









વાંકાનેરના તીથવા પાસે ઘેટાને બાઇક અડી જતાં આધેડ સહિત બે વ્યક્તિને નવ શખ્સોએ માર માર્યો: રાયોટિંગની ફરિયાદ

વાંકાનેર તાલુકાના તીથવાથી કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી આધેડ પોતાનું ડબલ સવારી બાઈક લઈને જતા હતા ત્યારે માલધારીના ઘેટાને બાઈક અથડાયું હતું જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા માલધારી અને તેની સાથે રહેલા શખ્સો દ્વારા લાકડી અને પાઇપ પડે આધેડ અને તેની સાથે રહેલ વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો તથા પથ્થરના છૂટા ઘા કરીને ઈજાઓ કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા પછી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવતા પોલીસે રાઇટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા અને ખેતી કામ કરતા યાકુભાઈ અલીભાઈ વકાલીયા જાતે મોમીન (૫૨) એ હાલમાં કાળુ નંદા ભરવાડ, દિનેશ તેજા બાંભવા, કમલેશ સાદુળ કુંભા, હરેશ દેવા, હીરા વાલા, રઘુ કેવા, ભગુ ભરત વર્મા, બાબુ મશરૂ વર્મા અને કુકો રાણી રહે. બધા તીથવા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તીથવા ગામથી કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર બાકરોલિયા મંજૂર હુસેનભાઈની વાડી પાસે કાચા રસ્તા ઉપરથી તે પોતાનું ડબલ સવારી બાઈક લઈને જતા હતા ત્યારે કાળું નંદા ભરવાડના ઘેટાને તેનું બાઈક અથડાયું હતું જેથી કરીને આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા અને તેને ફરિયાદીને તથા તેની સાથે રહેલ સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લોખંડની કુંડળી વાળી પાઇપ તેમજ લાકડી વડે માર માર્યો હતો અને છૂટા પથ્થરના ઘા મારીને ફરિયાદી તથા સાહેદને ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં તેને સારવાર લીધા બાદ યાકુબભાઈ વકાલીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૫, ૩૨૪, ૩૩૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News