મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક માણાબાના રેલવે પાટા પાસેથી બાઈકની ચોરી


SHARE









માળીયા (મી) નજીક માણાબાના રેલવે પાટા પાસેથી બાઈકની ચોરી

માળીયા મીયાણા નજીક આવેલ માણાબાના રેલવે પાટા પાસે ઘોડા ધ્રોઈ બ્રિજ નીચે યુવાને તેનું બાઇક પાર્ક કરીને મૂક્યું હતું તે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાન દ્વારા હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ અમદાવાદ જિલ્લાના કઠવાડાના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રેલવે ક્વાર્ટર નંબર ૧૯ માં રહેતા રીંકલભાઈ મહેશભાઈ પ્રજાપતિ જાતે કુંભાર (૩૨) એ અજાણ્યા શખ્સની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માણાબા રેલવે પાટા પાસે બ્રિજ નંબર ૧૪૩ નીચે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૨૭ એ ૦૮૮૯ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી યુવાને સિટીઝન પોર્ટલ ઉપર ઓનલાઈન એફઆઈઆર નોંધાવતા માળિયા મીયાણા તાલુકા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે મકનસર ગામે રહેતા સુધીર મગનભાઈ ઝીંઝુવાડીયા નામના ૩૫ વર્ષના યુવાનને મકનસર ગામે કોઈ બાબતે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેના લીધે તેને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થવાથી તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

યુવતી સારવારમાં
મોરબીના છાત્રાલય રોડ ઉપર ધર્મવિજય સોસાયટીમાં રહેતી ગાર્ગીબેન રૈયાણી નામની ૧૭ વર્ષની યુવતીને વાહન અકસ્માતમાં ઈજા થતા અત્રે ડો.હેમલ પટેલ હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવી હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે ગાર્ગીબેન રૈયાણી નામની યુવતી છાત્રાલય રોડ ઉપરથી જતી હતી ત્યાં રસ્તામાં તેનું વાહન સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હોય તેણીને ઈજા થતા દવાખાને ખસેડાઇ હતી.એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.




Latest News